1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 14 એપ્રિલ 2017 (13:14 IST)

ગુજરાતમાં હિટવેવના કારણે કેટલાક શહેરોમાં ઓરેન્જ અને યલો એલર્ટ, તાપમાન 45 ડિગ્રી

છેલ્લા 2-3 દિવસથી ગરમીએ તેવર દેખાડવાનું શરૂ કર્યું છે. હિટવેવને કારણે રાજ્યનાં 10 શહેરમાં ગરમીનો પારો 43 ડિગ્રી અને પાંચ શહેરમાં 44 ડિગ્રી પાર કરી ગયો હતો. જેથી લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે.નગર પર ગરમીનો કર્ફયુ, ગરમીથી લોકો ત્રાહિમામ. ગરમી તોડશે તમામ રેકોર્ડ. 43 ડિગ્રીને પાર તાપમાનનો પારો. હિટવેવને કારણે રાજ્યનાં 10 શહેરમાં ગરમીનો પારો 43 ડિગ્રી અને 5 શહેરમાં 44 ડિગ્રી પાર કરી ગયો હતો. જેને કારણે લોકોએ વહેલી સવારથી મોડી સાંજ સુધી કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. બપોરનાં 2થી સાંજનાં 6 વાગ્યા દરમિયાન ચામડી બાળતી ગરમ લૂને કારણે લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યાં છે, અને ઠંડાપીણાનો શહારો લઇ રહ્યાં હતાં.

સમગ્ર રાજ્યમાં 45.0 ડિગ્રી સાથે સુરેદ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. આગામી બે દિવસો દરમિયાન રાજ્યમાં હીટવેવનું જોર યથાવત્ રહેવાની શકયતા હવામાન વિભાગે વ્યકત કરી છે. ત્યારે શહેરોના તાપમાન પર નજર કરીએ તો, સુરેદ્રનગરમાં 45 ડિગ્રી, કંડલા પોર્ટ, 44.5 ડિગ્રી, ઇડર 44.4 ડિગ્રી, ભુજ 44.2 ડિગ્રી, રાજકોટ 44 ડિગ્રી, સુરત 43 ડિગ્રી, વડોદરા 43 ડિગ્રી, અમદાવાદ 42.8 ડિગ્રી. આમ મહતમ શહેરોના તાપમાનમાં વધારો થયો છે. જેને લઇને લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયાં છે.મહત્વનું છે કે 6 એપ્રિલનાં રોજ અમદાવાદમાં ગરમીનો પારો 38.4 ડિગ્રી નોંધાયો હતો એટલે કે છેલ્લાં પાંચ દિવસમાં ગરમીનો પારો 4.4 ડિગ્રી વધતાં શહેરમાં માથુ ફાડી નાંખે તેવી ગરમીથી લોકો ત્રાહિમામ્ થયા હતા. આમ મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 43થી 44 ડિગ્રી સેલ્સિયસ પર આવીને અટક્યો છે. સૂર્યદેવ આકાશમાંથી જાણે અગનગોળા વરસાવી રહ્યા હોયે તેવી અસહ્ય ગરમી લોકો સહન કરી રહ્યા છે.આ સાથે જ બપોરના સમયે રસ્તા તો જાણે સૂમસામ બની જાય છે. આમ લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠયા છે. અને રાજ્યમાં મોટાભાગના જિલ્લામાં હિટવેવ જેવી સ્થિતિ છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ગરમી વધે તેવી શક્યતા છે. સુત્રો તરફથી મળતી માહીતી મુજબ ચાલુ વર્ષે ગરમીનું તાપમાન 45 ડિગ્રીથી વધીને 50 ડિગ્રી સુધી પહોંચે તેવી શકયતા છે