બુધવાર, 30 ઑક્ટોબર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 30 ઑક્ટોબર 2024 (15:01 IST)

'તમે વધુ ફટાકડા કેમ લાવ્યા' આ બાબતે પત્નીને ગુસ્સો આવતા પતિએ હત્યા કરી નાખી

Diwali news-  દિવાળીના તહેવાર માં પતિ-પત્નીના નાની બાબતો પર ક્ઝગડો થતો રહે છે. આવુ જ મોરબીમાં સામાન્ય બાબતે હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પતિએ પત્નીની કરી હત્યા, દિવાળીના સમયે પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. 
 
આ બનાવથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી મુજબ મોરબીમાં રહેતા એક શ્રમિક દંપતી વચ્ચે ફટાકડા ખરીદવાના મુદ્દે બોલાચાલી થઈ હતી.
 
ફટાકડાની કિંમત 500 રૂપિયા
આરોપી પતિ દિવાળી માટે માત્ર 500 રૂપિયાના ફટાકડા લાવ્યો હતો. ખરીદી કરીને પતિ જ્યારે ઘરે પહોંચ્યો તો ફટાકડા જોઈને પત્ની ગુસ્સે થઈ ગઈ. પતિના હાથમાં ફટાકડાની થેળી જોઈને પત્નીએ પૂછ્યું, આટલા ફટાકડા કેમ લાવ્યા? આ પછી પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. આ ચર્ચા એટલી વધી ગઈ કે બંનેએ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ શરૂ કર્યા. થોડી જ વારમાં લડાઈ વધી ગઈ.
 
પતિ-પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં પતિ નરભેસિંગ મેડા ઉશ્કેરાઈ ગયો હતો અને પત્ની ભૂરીબેન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં પત્નીને ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે ભૂરીબેનનું મોત થયું હતું. ઘટનાની ગંભીરતા જોઈને પડોશીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક માહિતી મુજબ પતિએ ગુસ્સામાં પત્નીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. બનાવ બાદ મોરબી તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી આરોપી પતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.