સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 17 ઑગસ્ટ 2021 (12:41 IST)

ICC એ જાહેર કર્યો ટી-20 વર્લ્ડ કપનો પુરો શેડ્યુલ, જાણો ભારત ક્યારે ક્યારે રમશે મેચ

ઈંટરનેશનલ ક્રિકેટ કાઉંસિલ (આઈસીસી)એ આ વર્ષે 17 ઓક્ટોબર 14 નવેમ્બર વચ્ચે યુનાઈટેડ અરબ અમીરાત (યુએઈ) અને ઓમાનમાં થનારા ટી-20 વર્લ્ડ કપનો ફુલ શેડ્યુલ રજુ કરી દીધો છે.  આઈસીસી  ટી-20 વર્લ્ડકપ માટે ગ્રુપની જાહેરાત પહેલા જ કરી ચુક્યુ છે. ભારત ગ્રુપ-2 માં છે, જ્યા લીગ રાઉંડમાં તેનો મુકાબલો પાકિસ્તાન, અફગાનિસ્તાન અને ન્યુઝીલેંડથી થનારા છે. 
 
પહેલા ટી20 વર્લ્ડ કપ ભારતમાં રમાવાનુ હતુ, પણ કોવિડ-19 મહામારીના કારણે તેને બહાર શિફ્ટ કરી દેવામાં આવ્યો. જો કે આ ટી-20 વર્લ્ડકપની મેજબાની ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) જ કરી રહ્યુ છે.  ઉલ્લેખનીય છે કે આ વખતે કુલ 16 ટીમો આ મેગા ઈવેંટમાં ભાગ લઈ રહી છે. ટૂર્નામેંટ શરૂ થતા પહેલા આઠ દેશોનો ક્વાલીફાઈંગ ટૂર્નામેંટ થશે, જે 23 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે.  તેમા શ્રીલંકા, બાંગ્લાદેશ અને આયરલેંડની ટીમો પણ સામેલ છે. તેમાથી ચાર ટીમો સુપર-12 ચરણ માટે ક્વાલીફાઈ કરશે.