ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 28 જુલાઈ 2023 (14:55 IST)

સુરતમાં રોગચાળાથી વધુ એક બાળા સહિત બેના મોતઃ મૃત્યુઆંક 13 થયો

surat epidemic
surat epidemic
સુરત શહેરમા વરસાદના લીધે પાણી અને મચ્છરજન્ય રોગચાળો બેકાબુ બન્યોે છે. જેને લીધે ગોપીપુરમાં ઝાડા થયા બાદ ૮ માસની બાળકી અને અલથાણમાં તાવ આવ્યા બાદ તબિયત બગડતા આઘેડનું મોત નીપજયુ હતું.નવી સિવિલથી મળેલી વિગત મુજબ અલથાણમાં ડી.આર.બી કોલેજ પાસે એસ.એમ.સી આવાસમાં રહેતા ૫૦ વર્ષીય હરીહર ગોંડ છેલ્લા ત્રણ દિવસથી તાવ આવતો હતો. જોકે આજે ગુરુવારે સવારે તેની તબિયત વધુ બગડતા સારવાર માટે નવી સિવિલમાં લાવ્યા હતા. જયાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા.

બીજા બનાવમાં ગોપીપુરામાં કાજીનું મેદાન પાસે અલસિદીકી એપાર્ટમેન્ટમાં રહેતા એઝાઝ ખાનની આઠ માસની પુત્રી ગોશીયાબાનુને આજે ગુરુવારે ઝાડા શરૃ થયા હતા. જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ બાદ નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કરી હતી.નોધનીય છે કે સુરત શહેરમાં વિવિધ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. જેથી દર્દીઓ સારવાર માટે સિવિલ, સ્મીમેરમાં તથા ખાનગી હોસ્પિટલ અને દવાખાનામાં લઇ જાય છે. આજે ગુરુવારે વધુ એક બાળકી અને આધેડના મોત સાથે અત્યાર સુધીમાં આ સિઝનમાં રોગચોળામાં કુલ ૧૩ વ્યકિતના મોત થયા હતા. ડિંડોલી વિસ્તારમાં આવેલી સહજાનંદ સોસાયટીમાં બનવારી ગોડ પરિવાર સાથે રહે છે અને મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેને એક ત્રણ વર્ષની દીકરી અનન્યા દિવ્યાંગ હતી. જેને છેલ્લા ત્રણ દિવસથી તાવ આવી રહ્યો હતો.દીકરીને તાવ આવતો હોવાથી પરિવાર દીકરીને લઈ સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તપાસ કરી મૃત જાહેર કરી હતી. દીકરીનાં મોતને લઈ પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. હાલ બાળકીનું પોસ્ટમોર્ટમ કરીને પરિવારને મૃતદેહ સોંપી દેવામાં આવ્યો છે.