Last Modified: શુક્રવાર, 7 એપ્રિલ 2017 (15:30 IST)
પાટડીના રણની મુલાકાત લેનારા વિદેશી પ્રવાસીઓમાં 300 ટકાનો વધારો
વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા ઘુડખર સહિતના સસ્તન પ્રાણીઓ, વિદેશી શિયાળો ગાળવા આવતા નયનરમ્ય પક્ષીઓને નિહાળવા એક લ્હાવો છે. ત્યારે રણમાં આવતા પર્યટકોમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. રણની મુલાકાતે આવતા પ્રવાસીઓમાં છેલ્લા છ વર્ષમાં 300%નો અને અભિયારણ્ય વિભાગની આવકમાં 400%નો તોતિંગ વધારો નોંધાયો છે.
વિશ્વમાં રણ સિવાય ક્યાંય ન જોવા મળતા દુર્લભ ઘૂડખર સહિતના સસ્તન પ્રાણીઓ, નયનરમ્ય પક્ષીઓના ઝુંડ અને વચ્છરાજ બેટ સહિતના 74 જેટલા વિવિધ બેટો અને મીઠું પકવતા અગરિયાઓને નિહાળવા એ જીવનના એક લ્હાવા સમાન છે. ત્યારે રણમાં આવતા વિદેશી પર્યટકો સહિતના પ્રવાસીઓની સંખ્યામાં છેલ્લા છ વર્ષમાં 300%નો વધારો નોંધાયો છે. જ્યારે અભિયારણ્ય વિભાગની આવકમાં પણ 400%નો તોતિંગ વધારો નોંધાયો છે.