ગુરુવાર, 31 જુલાઈ 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 9 એપ્રિલ 2023 (12:39 IST)

Junior Clerk Exam Live Update- જુનિયર ક્લાર્કની પરીક્ષાના આજે

Junior Clerk Exam
આજે બપોરે 12.30 કલાકથી લઈને 01.30 કલાક સુધી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર કલાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. 

12:38 PM, 9th Apr
જુનિયર કલાર્કની પરીક્ષા થોડી વારમાં શરૂ થશે તે પહેલા ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રની અંદર જવા પહેલા તેમની બેગ બહાર જ રખાવી આ સિવાય પર્સ, પાણીની બોટલ, ડિજિટલ વોચ અન્ય કોઈ પણ વસ્તુ સાથે લઈને પણ જવા દેવામાં આવ્યા નથી.

10:50 AM, 9th Apr
 
આજે રાજકોટ જિલ્લામાં 43 હજારથી વધુ પરીક્ષાર્થીઓ 150 કેન્દ્ર પરથી પરીક્ષા આપશે

10:46 AM, 9th Apr
 
પોલીસ બોડીઓન કેમેરા સાથે તહેનાત રહેશે
હસમુખ પટેલે જણાવ્યું છે કે, પરીક્ષા કેન્દ્રના પરિસર અને લોબીમાં સીસીટીવી કેમેરા હશે. પોલીસ બોડીઓન કેમેરા સાથે પરીક્ષાની કામગીરીમાં તહેનાત રહેશે. સેવાભાવી લોકો અને સ્વેછિક સંસ્થાઓએ પણ ઉમેદવારો માટે રહેવા અને જમવાની વ્યવસ્થા કરી છે