શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 5 જાન્યુઆરી 2019 (11:56 IST)

કિંજલ દવેને 'ચાર બંગડીવાળી ગાડી' ગીત ન ગાવા કોર્ટનો આદેશ

'ચાર બંગડીવાળી ગાડી' ગીતથી પ્રસિદ્ધ થયેલી ગાયિકા કિંજલ દવેને 22મી જાન્યુઆરીની આગામી સુનાવણી સુધી કોઈ કોમર્શિયલ કાર્યક્રમોમાં આ ગીત ન ગાવા માટે અમદાવાદની કોમર્શિયલ કોર્ટે વચગાળાનો આદેશ કર્યો છે. ઉપરાંત આ ગાયિકા દ્વારા ગવાયેલું ગીત ઇન્ટરનેટ પરથી હટાવી લેવા માટે અને ગીત કોઈને વેચવામાં ન આવે તેવો આદેશ પણ આપવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયામાં કાઠિયાવાડી કિંગ તરીકે જાણીતા ગુજરાતી યુવકે કોપીરાઈટ દાવો કર્યો છે કે આ ગીત તેણે લખ્યું છે અને ગાયું છે અને કિંજલ દવે દ્વારા તેની નકલ કરવામાં આવી છે.
અરજદારની કંપનીએ કોપીરાઇટ ધારા હેઠળ રજૂઆત કરી છે કે આ ગીત તેણે બનાવી તેનો વીડિયો યુટયૂબ પર વર્ષ ૨૦૧૬માં અપલોડ કર્યો હતો. તેના એક મહિના પછી ગીતમાં નહીંવત્ ફેરફારો કરી કિંજલ દવે એ આ ગીત ગાયું હતું અને ઓક્ટોબર-૨૦૧૬માં તેનો વીડિયો યુટયૂબ પર અપલોડ કરવામાં આવ્યો હતો. નકલ કરાયેલું ગીત ત્યારબાદ બધે પ્રસિધ્ધ થયું હતું અને આ ગાયિકાને પણ તેના કારણે ઘણાં લાભો અને ચાહના મળી છે, પરંતુ આ ગીત હકીકતમાં જેની રચના છે તેને જરાંપણ ક્રેડિટ કે ચાહના મળી નથી. માધ્યમો તેમજ બજારમાંથી ગાયિકા દ્વારા ગવાયેલું ગીત હટાવી લેવાનું જણાવતી નોટિસ પણ તેમને આપવામાં આવી હતી.  જેને ધ્યાનમાં લઈ કાર્ટે આ ગાયિકાને નોટિસ પાઠવી તેના દ્વારા ગવાયેલું ગીત તમામ ઇન્ટરનેટ માધ્યમો પરથી હટાવવા આદેશ આપ્યો છે. ઉપરાંત ગીતના વેચાણ પર પણ પ્રતિબંધ ફરમાવ્યો છે. અપલોડ યુટયૂબ કિંજલ દવે એક વર્ષ પહેલાં નોટિસ કાર્યક્રમમાં ન ગાવા મનાઇ હુકમ આપ્યો છે.