શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 6 નવેમ્બર 2023 (23:49 IST)

ગુજરાતમાં ફરી મોટા જથ્થામાં પકડાયું ડ્રગ્સ

drugs
રાજ્યમાં ડ્રગ્સની બદ્દીને નાબુદ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે. એવા સમએ વાપી GIDCમાં પ્રાઈમ પોલિમર્સ ઈન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાંથી 180 કરોડનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ડીઆરઆઈએ 121 કિલોથી વધુ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો હતો. તેમજ ડીઆરઆઈએ એક આરોપી પાસેથી 18 લાખ રોકડા પણ ઝડપ્યા હતા. 

થોડા દિવસ પહેલા ભરૂચના વાલીયા ટાઉનમાંથી સીઆઈડી ક્રાઈમે દરોડા પાડીને ડ્રગ્સના કારોબારનો પર્દાફાશ કર્યો હતો. ત્રણ કિલોથી વધુ ડ્રગ્સ ઝડપીને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી ડ્રગ્સ ક્યાંથી લાવ્યો અને કોને આપવાનો હતો તેવી પુછપરછ હાથ ધરી છે. જેમાં સંડોવાયેલા અનેક લોકોના નામ સામે આવે તેવી શક્યતાઓ છે. એક રીપોર્ટ પ્રમાણે રાજ્યમાંથી એક વર્ષમાં 6500 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.