સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 23 ડિસેમ્બર 2020 (12:49 IST)

સિંહે બે બહેનો પર કર્યો હુમલો, એક પાણીની ટાંકીમાં કૂદીને જીવ બચાવ્યો, બીજી બચી ન શકી!

ગુજરાતના જૂનાગઢ જિલ્લના વનથલી તાલુકામાં સિંહના એક કપલના હુમલામાં એક કિશોર છોકરીનું મોત થયું. પોલીસ સૂત્રોના અનુસાર મંગળવારે આ જાણકારી મળી. ધનફૂલિયા ગામની રહેવાસી ભાવનાબેન દીપસિંહ બાબરિયા પોતાની નાની બહેન સાથે સોમવારે રાત્રે 9-10 વાગે બહાર ગઇ હતી, ત્યારે તેમના પર સિંહે હુમલો કરી દીધો. નાની બહેને પાણીની ટાંકીમાં કૂદીને પોતાનો જીવ બચાવી લીધો, પરંતુ ભાવનાબેનને સિંહે મારી દીધો. જંગલી જાનવરોએ તેમના પગ ખાઇ ગયા. ભાવનાબેનનો પરિવાર ગોધરાના આદિવાસી વિસ્તારમાંથી કામની શોધખોળ માટે જેરમભાઇ નાનજીભાઇ ચાવડાના ફાર્મહાઉસ પર ગયો હતો. 
 
વનથળી રેંજના વન અધિકારી અરૂણ કુમારે જણાવ્યું કે અત્યારે હું ઘટનાસ્થળે છું અને અમે કેસની તપાસ કરી રહ્યા છીએ. તેમણે ઘટનાના વિસ્તારની જાણકારી આપવાની ના પાડી હતી. 
 
સ્થાનિક લોકો છ મહિનાથી સિંહના હુમલાની ફરિયાદ કરી રહ્યા છે. સૂત્રોના અનુસાર ગત છ મહિનાથી આ વિસ્તારમાં રહેનાર બે ગીર સિંહો પશુપાલકોના અને અન્ય પશુઓ પર હુમલા કર્યા છે. પરંતુ આ પહેલો હુમલો નથી જ્યાં કોઇ માનવ પર હુમલો કરવામાં આવ્યો છે