શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By વેબદુનિયા ડેસ્ક|
Last Modified: મંગળવાર, 26 જુલાઈ 2022 (01:01 IST)

Liquor ban in Gujarat - ગેરકાયદેસર દારૂના વેચાણ પર 10 વર્ષની કેદ અને 5 લાખનો દંડ છતા કેવી રીત ધમધમી રહ્યો છે ધંધો

liquor gujrat
1947માં દેશની આઝાદી બાદ બોમ્બે પ્રોહિબિશન એક્ટ 1949 લાવવામાં આવ્યો હતો. ત્યારે ગુજરાત બોમ્બે રાજ્યનો એક ભાગ હતું. આ કાયદાની કલમ 12 અને 13 હેઠળ દારૂ બનાવવો, વેચવો અને પીવો પ્રતિબંધિત હતો. પછી 1 મે 1960 ના રોજ બોમ્બે રાજ્યને ભાષાના આધારે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોમાં વહેંચવામાં આવ્યું. ત્યારથી ગુજરાતે આ કાયદો અમલમાં રાખ્યો છે. 1951માં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, દારૂબંધીનો રાજ્ય સરકારનો નિર્ણય યોગ્ય હતો અને તેને રાજ્યનો અધિકાર ગણાવ્યો હતો. દેશના જે રાજ્યોમાં દારુબંધી અમલમાં છે તે સજાપાત્ર ગુનો હોવાથી ગેરકાયદેસર રીતે દારૂ બનાવવા અને વેચવા પર 10 વર્ષની કેદ, 5 લાખ રૂપિયાનો દંડ જેવી ગંભીર સજાની જોગવાઈ રાખવામાં આવી છે.
 
1960 માં, જ્યારે ગુજરાત બોમ્બેમાંથી અલગ રાજ્ય તરીકે કોતરવામાં આવ્યું હતું, ત્યારે અહીં પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. 2017માં ગુજરાત સરકારે દારૂબંધીને લગતા કાયદામાં સુધારો કરીને કડક સજાની જોગવાઈ કરી હતી. આ અંતર્ગત જો કોઈ ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ કરે છે તો તેને 10 વર્ષની જેલ અને 5 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
 
ગુજરાતમાં દારૂબંધી તો પહેલેથી જ છે તેમાંયે છેલ્લા એક વર્ષથી દારૂબંધી અંગેનો કાયદો વધુ કડક બનાવવામાં આવ્યો છે અને સજા તેમજ દંડમાં પણ વધારો કરવામાં આવ્યો છે ત્યારે દારૂ મામલે સૂકું ગણાતા ગુજરાતમાં કાયદેસર રીતે દારૂ પીવા અંગેની પરમીટ પણ ઇસ્યુ કરવામાં આવતી હોઈ છે જે સિવિલ સુપ્રીટેન્ડેટનટના અભિપ્રાય અનુસાર જિલ્લા કલેક્ટર દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે જેને સમયાંતરે રીન્યુ પણ કરાવવી પડે છે. પરંતુ , આ તો થઇ કાયદેસર રીતે પરમીટ વાળી દુકાનો પરથી માલ્ટા દારૂની વાત પરંતુ એ સિવાય ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ગુજરાતમાં કરોડોની કિંમતના ગેરકાયદેસર દારૂના વેચાણનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે.
 
2011-12માં ગુજરાતમાં 51.03 લાખ લીટર દારૂ વેચાયો હતો. જે 6  વર્ષમાં વધીને 2017-18માં 3.85  કરોડ લીટર થઈ ગયો હતો. 18-25 હજાર કરોડના વેચાણનો અંદાજ 21  માર્ચ 2018ના દિવસે રાજ્યના 31  જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં147.78 કરોડ રૂપિયાનો દારૂ ઝડપાયો હતો.  પોલીસ અધિકારીઓ કહે છે કે ગુજરાતમાં વર્ષે  218 થી 25  હજાર કરોડનો દારૂ વેચાતો હોઈ શકે છે. વર્ષે રૂ.2,૦૦૦ કરોડનો વેરો ગુજરાત સરકારને મળવાના બદલે 23,૦૦૦ કરોડની રકમ પોલીસને અનેરાજકીય નેતાઓને હપ્તાપેટે મળે છે. રાજનેતાઓ દાઝ્મા અડ્ડા એટલા માટે પણ ચાલવા દે છે કે ચૂંટણીમાં તેમની પાસેથી દારૂ લઈ આવે છે અને મતદારોને આપે છે. 
 
સૌથી વધુ દારૂ ગુજરાતના કયા શહેરમા વેચાય છે  ?
 
ગુજરાતમાં દારૂનું સૌથી વધું વેચાણ સુરત, અમદાવાદ, વડોદરા, કચ્છ અને રાજકોટમાં થાય છે. સુરતમાં પાછલા છ વર્ષમાં 278.6 કરોડનો 1.13 કરોડ લિટર દારુ ખરીદ કરાયો હતો. આ પ્રમાણ 2011-12માં આ પ્રમાણ માત્ર 14 લાખ લિટર હતું. ત્યારબાદ અમદાવાદનો નંબર આવે છે, છેલ્લા છ વર્ષમાં 74.14 લાખ લિટર દારુનું વેચાણ થયું છે. જયારે વડોદરામાં આ પ્રમાણ 33.41 લાખ લિટર અને કચ્છમાં 33.12 લાખ લિટર હતું. ડ્રાય સ્ટેટ ગુજરાતનાં લોકો પરમિશન ધરાવતી દારૂની દુકાનોમાંથી જ વર્ષે કરોડોનો દારૂ પી જાય છે, તો જો ગુજરાતમાં દારૂબંધી હટાવી દેવામાં આવે તો વર્ષે કેટલા કરોડનો દારૂ પી જાય ગુજરાતીઓ.