મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 2 માર્ચ 2017 (15:36 IST)

રાજકોટમાં આશાવર્કરોની ભૂખ હડતાળ, બે બેભાન, એકની હાલત ગંભીર

રાજ્યભરમાં આંગણવાડી બહેનો અને આશાવર્કરો દ્વારા પગાર વધારા સહિતના મુદ્દે શરૂ કરાયેલું આંદોલન આજે ગુરૂવારે વધુ ઉગ્ર બન્યું છે. ગઇકાલે 250 જેટલી આંગણવાડી બહેનો અને આશાવર્કરોએ કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર દેખાવો કરી મુખ્યમંત્રી હાય-હાયના નારા લગાવતા ચક્કાજામ જેવી સ્થિતિ સર્જી હતી.

50 જેટલી બહેનો ગઇકાલથી ધરણાં કરી ધોમધખતા તાપમાં અચોક્કસ મુદતની ભૂખ હડતાળ પર બેસી ગઇ છે. જેમાં આજે એક મહિલાની હાલત ગંભીર થતા તેને સિવિલ હોસ્પિટલમાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, બે મહિલા બેભાન થતા તેને પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડી છે. જ્યારે મહિલાઓનું શોષણ બંધ કરોના સૂત્રોચ્ચાર કર્યા હતા.  એક મહિલાની હાલત ગંભીર થતા અને બે બેભાન થતા આંગણવાડીની બહેનો સિવિલ હોસ્પિટલે ધસી આવી હતી. સિવિલ હોસ્પિટલમાં મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો. બનાવને લઇને પોલીસ પણ હોસ્પિટલ દોડી આવી હતી. મહિલાઓએ હોસ્પિટલ ખાતે સરકાર વિરૂધ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.  છેલ્લા દસ દિવસથી લડત ચલાવી રહેલી આંગણવાડી બહેનોએ સરકાર અને તંત્ર સામે છેવટ સુધી લડી લેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. ભૂખ હડતાલમાં રાજેશ્વરીબેન દવેની હાલત ગંભીર થઇ જતા તેને સિવિલ હોસ્પિટલમાંથી ખાનગી હોસ્પિચલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે છાંયાબેન સોલંકી બેભાન થઇ જતા તેને સિવિલ હોસ્પિચલમાં ખસેડવામાં આવ્યા હતા.