સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 31 માર્ચ 2021 (09:19 IST)

યુપી-એમપી બાદ હવે ગુજરાતમાં 'લવ જિહાદ' પર કાયદો, 7 વર્ષની સજાની જોગવાઇ

ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ બાદ હવે ગુજરાતમાં લવ જિહાદ પર કાયદો બનવાનો છે. સરકાર લગ્ન માટે બળજબરી ધર્મપરિવર્તન કરાવનાર વિરૂદ્ધ કાયદો બનાવવા જઇ રહી છે. તેના માટે ગુજરાત સરકાર વિધાનસભા સત્ર દરમિયાન એક બિલ રજૂ કરશે. બિલને મંજૂરી મળતાં જ લવ જિહાદ પર કાયદો બનાવનાર ગુજરાત ત્રીજું રાજ્ય બનશે.  
 
ગુજરાત સરકારનું કહેવું છે કે ધર્મ સ્વાતંત્ર્ય (ધાર્મિક સ્વતંત્રા) બિલમાં સુધારાને બજેટ સત્ર દરમિયાન રજૂ કરવામાં આવશે, તેથી 'લવ જિહાદ' ને ઉકેલવામાં મદદ મળશે. ગુજરાત ફ્રીડમ રિલિજન એક્ટ 2003 માં ફેરફાર કરવામાં આવશે, જેથી લગ્ન માટે બળજબરી ધર્મપરિવર્તન પર અંકુશ લગાવવામાં આવશે. 
 
તેના હેઠળ લલચાવી ફોસલાવીને અથવા છેતરીને યુવતિ સાથે લગ્ન કરી તેનો ધર્મ પરિવર્તન કરાવવા માટે પાંચ વર્ષ સુધીની સજા તથા બે લાખ રૂપિયાનો દંડ હશે. કિશોર છોકરીના કેસમાં સાત વર્ષની સજા અને ત્રણ લાખ રૂપિયાનો દંડ હશે, ગુજરાતમાં 2003 માં ગુજરાત ફ્રીડમ ઓફ રિલીઝન એક્ટ બનાવવામાં આવ્યો હતો, જેમાં 2006 માં પહેલીવાર ફેરફાર કરવામાં આવ્યો હતો. 
 
ગુજરાત સરકાર ચાલુ બજેટ સત્રમાં ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા બિલ 2021 લાવશે. તેના હેઠળ લલચાવી ફોસલાવી અથવા છેતરીને બીજા ધર્મની છોકરી સાથે લગ્ન કરી તેનો ધર્મ પરિવર્તન કરાવવા માટે પાંચ વર્ષની સજા તથા બે લાખ રૂપિયાનો દંડ હોઇ શકે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લવ જિહાદ કાયદો બનાવવાનો વાયદો કર્યો હતો. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે બજેટ સત્રની શરૂઆતમાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ સ્પષ્ટ કરી દીધું હતું કે આ બજેટ સત્રમાં લવ જિહાદ વિરૂદ્ધ ગુજરાત સરકાર કડક કાયદો લાવશે. જૂના કાયદાને સખત બનાવીને સમાજમાં થનાર આ પ્રકારના ધૃણાસ્પદ ગુના પર અંકુશ લાદવામાં આવશે. 
 
કહેવામાં આવી રહ્યું છે કે એક એપ્રિલના રોજ ગુજરાત સરકાર વિધાનસભામાં બિલ રજૂ કરશે. બિલને મંજૂરીને મળી જાય છે તો ગુજરાત લવ જિહાદ પર કાયદો બનાવનાર ત્રીજું રાજ્ય હશે. ગુજરાતમાં 2022 માં વિધાનસભા ચૂંટણી પણ યોજાશે ભાજપ પ્રદેશમાં આ મુદ્દે જોરશોર ઉઠી રહ્યો છે. આ પહેલાં યૂપી અને એમપીમાં ભાજપ સરકાર કાયદો બનાવી ચૂકી છે.