શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 6 માર્ચ 2017 (16:13 IST)

લકી ગ્રાહક ડ્રોમાં સુરતી મહિલાને ‘જેકપોટ,એક લાખનું ઇનામ મળ્યું

કેન્દ્ર સરકારે 8મી નવેમ્બર, 2016ના રોજ નોટબંધીની જાહેરાત કર્યા બાદ સામાન્ય પ્રજા કેશલેસ પેમેન્ટ તરફ વળે એ આશયથી લકી ડ્રોની યોજના જાહેર કરી હતી. વડાપ્રધાન લકી ડ્રો યોજના અંતર્ગત આકર્ષક ઇનામોની જાહેરાત સરકાર તરફથી કરાઈ હતી. તેમાં આજે સુરતના હંસાબેન મુંગાકિયાનું ભાગ્ય ચમક્યુંને લકી ડ્રોમાં એક લાખનું ઇનામ મળ્યું છે. નવાઇની વાત તો એ છે કે સરકારની આ લકી ડ્રો સ્કીમ અંતર્ગત અત્યાર સુધીમાં સુરતની વરાછા બેન્કના 3000 ખાતેદારોનુ નસીબ ચમકયું છે. લેસ બનાવાનું કામ કરતાં મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતા હંસાબેનનું ખાતું પણ વરાછા બેન્કમાં જ છે. હંસાબેને 4 ડિસેમ્બરના રોજ તેમના વાહનમાં 200 રૂપિયાનું પેટ્રોલ પૂરાવ્યું હતું. તેના બદલામાં તેમણે આજે 1 લાખ રૂપિયાનો જેકપોટ લાગ્યો છે. હંસાબેન વરાછા કો.ઓ.બેન્કની યોગીચોક શાખાના ખાતેદાર છે. મળતી માહિતી પ્રમાણે અગાઉ પણ વરાછા બેન્કના જ ખાતેદારને ઈનામ મળ્યા હતા. અત્યારસુધીમાં વરાછા બેન્કના 2891 લોકોને 1000 રૂપિયાનું ઇનામ મળ્યું છે. જ્યારે 187 લોકોને રૂ.5000નું ઇનામ મળ્યું છે. જ્યારે બે લોકોને રૂ.10,000નું ઇનામ મળ્યું છે. જ્યારે એક માત્ર હંસાબેનને એક લાખ રૂપિયાનો જેકપોટ લાગ્યો. આમ વરાછા બેન્કના 3 હજાર ખાતેદારોને 39.64 લાખ રૂપિયાનું ઇનામ મળ્યું છે.