શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 8 માર્ચ 2017 (17:15 IST)

સ્વચ્છતાને દેશની નવી ઓળખ આપવી છે - મહિલા સંમેલનમાં બોલ્યા મોદી

મોદીએ મહાત્મા મંદિર ખાતે મહિલાઓને સંબોધતા કહ્યું હતું કે સરપંચના નાતે તમે જે દાયિત્વ સંભાળો છે તેને કરવાથી તેમને નવી દિશા મળશે, જાણકારી મળશે જેથી સંકલ્પ દ્રઢ થશે. સ્વચ્છતાનો સમારોહ ગાંધીના શહેરમાં થઈ રહ્યો છે, મહાત્મા મંદિરમાં થઈ રહ્યો છે તેનું કેટલુ મહત્વ છે તે સમજી શકો છે. 2019 મહાત્મા ગાંધીને 150 વર્ષ થઈ રહ્યા છે. તેઓ કહેતા કે, હિન્દુસ્તાન ગામમાં વસેલો છે. મને આઝાદી અને સ્વચ્છતા બંનેમાથી પહેલા સ્વચ્છતા પસંદ કરીશ. ગાંધીના જીવનમાં સ્વચ્છતાનું મહત્વ તેમના આ કમિટમેન્ટથી માલૂમ પડે છે.  આ સરપંચ બહેનોએ પોતાના ગામમાં સ્વચ્છતાનું કામ કરી બતાવ્યું છે. ખુલ્લામાં શૌચ જવા સામે સંઘર્ષ કર્યો છે. સ્વચ્છતાના સંદેશને સફળતા પૂર્વક ગામમાં લાગુ કર્યો છે. આ ગતિને હવે જો સમયબદ્ધ અને બારીકાઈથી લાગુ કરાય તો ગાંધી 150 થતા અનેક બદલાવ લાવી શકીશું કેટલાકને એવુ લાગે કે અંગ્રેજી બોલતા શહેરીજનો જ કરી શકે, ત્યારે આ મહિલાઓ પણ કરી બતાવી રહી છે. કેટલાક લોકોને તેમના જીવનનો મકસદ ખબર હોતો જ નથી. પરંતુ જેમને જિંદગી જીવવાનો હેતુ મળી જાય છે તે રોકાયા વગર લક્ષ્ય પૂરુ કરવા સંઘર્ષ કરીને ચેલેન્જથી તેને પાર પાડે છે. સરપંચ બનવુ એ નાની વાત નથી. કેટલાકને સરપંચ બનવામાં તકલીફ નહિ પડી હોય, પણ કેટલાક એવા હશે જેમને આ સફર ખેડવામાં અનેક મુસીબતોમાંથી પાર થવુ પડ્યું હશે.

એક સમયે સરપંચ મહિલાના પતિ મીટિગોમાં હાજરી આપતા. પણ હવે મહિલાઓ પાંચ વર્ષ કામ કરી બતાવે છે. હવે પુરુષ સરપંચ કરતા મહિલા સરપંચ પોતાના કામ માટે વધુ સમર્પિત હોય છે. તેનું ફોકસ હોય છે. પુરુષ આગળ વધવામાં વિચાર કરતો રહે છે, પણ મહિલાઓ જે કામ મળ્યું તેને પૂરા લગનથી કરે છે. પ્રોફેશનલ મહિલાઓ પર એક સરવે કરાયો છે કે, જેમાં જાણ્યું કે, નવી ચીજ શીખવાની વૃત્તિ મહિલાઓમાં વધુ હોય છે. જે કામ અપાયું તેને પૂરુ કરવામાં પોતાની તમામ શક્તિ લગાવી દે છે. જ્યા મહિલા સરપંચ હોય તે ગામમાં ભ્રૂણ હત્યા ન થવી જોઈએ. માતાના ભ્રૂણમાં બાળકને મારવાનુ કામ એ ગામમા ન થવુ જોઈએ. પારિવારિક દબાણમાં વહુ પર જુલ્મ થાય તો સરપંચ રક્ષક બની શકે છે.

    બેટી બચાવોમાં સમાજમાં દુદર્શા આવી છે. સમાજમાં અસંતુલન થશે તો સમાજ ચક્ર ચાલશે કેવી રીતે. માતા પર ભોજન પર ઘી નાખવામાં દીકરા-દીકરી પર ભેદભાવ કરે છે. પરંતુ કેટલીક દીકરીઓ માતા-પિતા માટે લગ્ન પણ કરતી નથી. જ્યા બીજી તરફ દીકરા હોવા છતાં માબાપ વૃદ્ધાશ્રમમાં હોય છે. આ વર્ષે ઓલિમ્પિકમા દેશની દીકરીઓએ દેશનું નામ ઊંચું કર્યુ.ં બોર્ડ રિઝલ્ટમાં માત્ર દીકરીઓ જ હોય છે, છોકરાઓને શોધવા પડે છે. આ ક્ષમતા તેમણે સિદ્ધ કરી છે. જે અવસર મળ્યો તેને કરવાનો કામ તેમણે કર્યો. તેથી બેટી બચાવો, બેટી બઢાવે તો આપણુ સામાજિક, રાષ્ટ્રીય અને માનવીય દાયિત્વ છે. 2 લાખ કરોડ રૂપિયા સીધા જ ગામમાં જાય છે. ગામના વિકાસનો નિર્ધાર કરો તો આરામથી કરી શકો છો. મહિનામાં એકવાર ગામના શિક્ષકોને તમારા ઘરમાં ચા પીવા બોલાવો. સ્ટુડન્ટ્સ વિશે ચર્ચા કરો. તકલીફો વિશે વાત કરો. આંગણવાડીમાં જઈને ચર્ચા કરો. જો તમે ગામમાં તમામ બાળકોનું ટીકાકરણ કરાવશો તો તે બાળક ક્યારેય ગંભીર બીમારીનો શિકાર નહિ થાય.
 સ્વચ્છતાથી આર્થિક લાભ થાય છે. વર્લ્ડ બેંક મુજબ, ગંદકીથીથી બીમારીઓમા એક ગરીબ પરિવારને વર્ષે 7000 રૂપિયા ખર્ચવા પડે છે. તેથી ગામના સરપંચના નાતે, મારા કાર્યકાળમા આ કામ થવા જોઈએ તે વિશ્વાસથી કામ કરો. રવીન્દ્ર નાથા ટાગોરે 1924માં શહેર-ગામ પર કેટલીક પંક્તિઓ લખી હતી. તેમણે લખ્યું હતું કે, ગામ મહિલાઓના સમાન હોય છે. જેવુ ગામ તેવી મહિલા. તેના અસ્તિવત્વમાં સમસ્ત માનવજાતિનું કલ્યાણ નિમિત્ત છે. શહેરોના મુકાબલે ગામ પ્રકૃતિથી નજીક છે અને જીવનધારાથી જોડાયેલું છે. તેમનામાં હીલિંગ પાવર છે. મહિલાઓની જેમ ગામ પણ મનુષ્યોને ભોજન, ખુશી જેવી આવશ્યકતાઓ આપે છે. અઢી લાખ પંચાયતોમાંથી 70 હજાર ગ્રામ પંચાયતોના વિકાસનુ કામ થયુ છે. ગામને પણ આધુનિકતા મળે તે દિશામાં કામ થઈ રહ્યું છે. અહી રજૂ કરાયેલા પ્રદર્શનની મહિલા સરપંચો રસથી સેલ્ફી લઈ રહી છે.

એક ગામમાં હુ 10 વર્ષ પહેલા ગયો ત્યારે આદિવાસી મહિલાઓ પોતાના મોબાઈલથી તસવીરો લઈ રહી હતી. હું દંગ રહી ગયો. અભણ મહિલાઓએ મને કહ્યું કે, આ ફોટો જઈને અમે ડાઉનલોડ કરીશું. ટેકનોલોજી ગામમાં પણ આવી છે. ગામમાં કોમન સર્વિસ સેન્ટર દ્વારા ગામમાં વિકાસ કરી શકાય છે. ટેકનોલોજીના માધ્યમથી ગામમાં મોટો બદલાવ લાવી શકાય છે.
 જે પણ સરકારી પગાર લે છે તે સરકાર જ છે. ત્યારે મહિનામાં એકવાર સરકારી નોકરી કરનારાઓની મીટિંગ કરો. દરેક ગામમાં 15-20 લોકો સરકાર સાથે જોડાયેલા મળશે જ. તેમની શક્તિઓને જોડશો, તો તમારી શક્તિ અનેકગણી વધશે. તમારુ કામ સરળતાથી થશે. હવે ગામનો જન્મદિવસ ઉજવવાની શરૂઆત કરો. તારીખ નથી ખબર તો ચિઠ્ઠી નીકળીને નક્કી કરો. ગામમાં સેલિબ્રેશન કરો. વૃદ્ધોનું સન્માન કરો. ગામની બહાર રહેતા લોકોને બોલાવો. આવુ કરવાથી ગામમાં નવુ જીવન આવશે.

ગામમા ખાતર બનાવીને વેચો. જેથી પંચાયતની આવક વધશે. તમે નાના નાના ઈનિશિયેટિવ લો. જેમ ગામને સ્વચ્છ બનાવ્યુ છે, તેવી રીતે સમર્થ પણ બનાવી શકો છો. શરીર પર પડેલી ગંદકીને હટાવો છો, તો ગામની ગંદકીની સફાઈ પણ સૌએ મળીને કરવી જોઈએ. આ સ્વચ્છતાનો સ્વભાવ બનાવો. જનસેવા એ જ પ્રભુસેવાના ભાવથી કામ કરશો તો 2019મા સ્વચ્છ ભારતમાં કંઈક અચિવ કરી શકીશું. બદલાવ લાવી શકીશું. સમાજનો આ સ્વભાવ બનાવવો પડશે. ગંદકી માટે નફરતનો ભાવ લાવવો પડશે. દેશમાં પહેલા ક્યારેય સ્વચ્છતાના ચર્ચા થતી ન હતી. છેલ્લા બે વર્ષથી તે સતત વધી છે.

આજે જે પણ મહિલા સરપંચોનું સન્માન થયુ છે તેમને હું અભિનંદન આપું છું, તેમનુ કામ સતત આગળ વધતુ રહે તેવી શુભેચ્છાઓ. કારણ કે, સ્વચ્છતા અને મહિલાઓનો સીધો સંબંધ છે. દેશમાં દરેક પ્રકારની સ્વચ્છતામાં નારીનું સૌથી મોટુ યોગદાન છે. દેશમાં જો સંસ્કાર, સદગુણ, સત્કાર્ય બચ્યા છે તો માત્ર માતૃશક્તિને કારણે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ હાલ આખા દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. પોતાના ઘરથી લઈને સમગ્ર ગામમાં સ્વચ્છતાની સુવાસ પ્રસરાવનાર દેશની વિવિધ ગામની મહિલા સરપંચોનુ આજે સન્માન કરવામાં આવ્યું. આજે મહિલા દિન પર વડાપ્રધાનના હસ્તે આ સન્માન કરવામાં આવ્યં હતું. આ કાર્યક્રમમા સ્વચ્છતા અભિયાન માટે કાર્યરત મહિલા સરપંચોનું વડાપ્રધાનના હસ્તે સન્માન કરાયુ હતું. જેમાં છત્તીસગઢના ઉત્તરા ઠાકુર, હરિયાણાના કુમારી નિલમ, રાજસ્થાનના કલેડ ગામની આશા, યુપીની સરપંચ શ્રીમતી મંજુ મૌર્ય, આસામની સુમિત્રા કુમારી, વેસ્ટ બંગાળની શ્રીમતી શિવાની ડાકુઆ, સ્વસહાય જૂથની સદસ્ય અકમ્મા, તમિલનાડુના શિક્ષક એમ.મલિકા, ગુજરાતની ટપરવાડા ગ્રામ પંચાયતની સદસ્ય રમીલાબેન , મહારાષ્ટ્રની શ્રીમતી સુશીલા કુરકુટેનુ સન્માન કરવામાં આવ્યું. આ ઉપરાંત લિજ્જત પાપડના સ્વાતી પરાડકર મહિલા વિકાસ પુરસ્કાર, સામાજિક કાર્ય ક્ષેત્રે માલતી ચૌધરી મહિલા વિકાસ પુરસ્કાર, સ્વીમીંગ ચેમ્પિયન માના પટેલે ખેલકૂદ ક્ષેત્રે , ટેબલટેનિસ ડેફ શાઈનીનું સન્માન કરાયુ હતું.