મંગળવાર, 12 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 21 જાન્યુઆરી 2022 (19:49 IST)

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 6 બાળકો ગંભીર હાલતમાં થયા દાખલ, મોટાભાગના બાળકોના માતા-પિતાએ વેક્સીન લીધી નથી

અમદાવાદ સિવિલ હોસ્પિટલ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હાલ 6 બાળકોને એક જ દિવસમાં કોરોના સંક્રમિત થતા દાખલ કરવા પડ્યા છે. 37 દિવસના બાળકથી લઈને 12 વર્ષના બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જે બાળકો સંક્રમિત થયા છે માતા પિતામાં મોટાભાગનાએ વેક્સિન લીધી નથી. દરેક માતા-પિતાએ પોતાના બાળક માટે વેક્સિન લેવી જોઈએ.
 
સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં 6 બાળકોને ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં કેટલાક બાળકને ઓક્સિજનની પણ જરૂરી હોવાનું સામે આવી રહ્યું છે. આ બધાની વચ્ચે ચોંકાવનારી બાબત એ છે કે, જે બાળકો કોરોનાનાં કારણે હોસ્પિટલમાં છે તેમના માતા પિતામાં મોટાભાગે વેક્સિન લીધી ન હતી. હવે ડોકટર આજીજી કરી રહ્યા છે કે, બાળકોને કોરોનાથી બચાવવા હશે તો તેમના વાલીઓએ વેક્સિન લેવી પડશે.
 
અત્યાર સુધી સામાન્ય લક્ષણો વાળા ગણાતા કોરોનાએ તમામ પરિવારની ચિંતા વધારી દીધી છે. કારણ કે હવે ઘરમાં મોટા નહિ પણ નાના બાળકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે એટલું જ નહીં બાળકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે.
 
અમદાવાદમાં રોજ રોજ વધી રહેલા કોરોના કેસના કારણે હવે હોસ્પિટલ પણ ફૂલ થવા લાગી છે. હોસ્પિટલમાં દર્દીઓને વેન્ટિલેટર પર એવા દર્દીઓની સંખ્યા વધી રહી છે તેની સાથે જે લોકોએ બહાદુરી ભર્યા નિર્ણય કરીને વેક્સિન લીધી ન હતી તે બધા હાલ ઓક્સિજન સપોર્ટ પર છે. સિવિલ હોસ્પિટલમાં જ સતત વધી રહેલા કોરોના કેસ માં વધારો થઈ રહ્યો છે અને એવા દર્દીઓ જે વેક્સિન લીધી નથી તેઓ વધારે ગંભીર પરિસ્થિતિમાં હોવાનું જાણવા મળી રહ્યું છે