શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 22 માર્ચ 2017 (11:59 IST)

દેવરાહા હંસબાબાએ કરી રામમંદિર પર ભવિષ્ય વાણી, બાબાની અનેક ભવિષ્યવાણી સાચી પડી છે

દેવરાહા હંસબાબા નામના એક બાબાએ રામ મંદિર અંગે ભવિષ્ય વાણી કરી હતી. તેમણે પોતાની ભવિષ્યવાણીમાં કહ્યું હતું કે સરકાર કાયદામાં રહીને અયોધ્યામાં રામ મંદિર બનાવશે. તેમણે ભારતના આવનારા સમય અંગે પણ ભવિષ્યવાણી કરતાં કહ્યું હતું કે ભવિષ્યમાં ભારત વૈશ્વિક મહાસત્તા બનશે અને અખંડ ભારતનું પણ નિર્માણ થશે. દેવરાહા હંસબાબાએ વિધાનસભા ચૂંટણી બાબતે આગાહી કરી હતી કે, યુપીમાં ભાજપની સરકાર બની છે. તેમ ગુજરાતમાં પણ ભાજપની પૂર્ણ બહુમતિની સરકાર હશે.

બાબાએ વર્લ્ડ સેન્ટર પર હુમલો, ઈન્ડિયામાં સંસદ ભવન પર હુમલો, નોટબંધી જેવી અનેક બાબતો પર આગાહી કરી હતી. જે તમામ આગાહીઓ સાચી પડી હતી. બાબાએ જણાવ્યું હતું કે, અયોધ્યામાં રામ મંદિર બનીને જ રહેશે. જ્યારે બાબરી ધ્વંસનો ઘટનાક્રમ બન્યો ત્યારે વીએચપીના વડા અશોક સિંઘલે રામ મંદિર બનશે કે નહીં તે બાબતે બાબા પાસે ચિંતા વ્યક્ત કરી હતી ત્યારે બાબાએ તેમને આશ્વત કર્યા હતા અને કહ્યું હતું કે, અયોધ્યામાં રામમંદિર બનશે જ અને તે પણ સરકાર જ બનાવે એ પણ કાયદામાં રહીને. હાલ યુપીમાં સરકાર આવ્યા પછી થોડા જ સમય રામમંદિર બનશે તેમ બાબાએ જણાવ્યું હતું. 

દેવરાહા બંસબાબા માત્ર માચડા પર જ રહે છે. અને ક્યારેય તેઓ જમીન પર પગ મુક્તા નથી. તેમના ભક્તો માત્ર દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ મોટી સંખ્યામાં વસેલા છે. હાલના દેવરાહ હંસ બાબાના અવતાર માનવામાં આવે છે. તેમના પરચાઓ પણ ખુબ વિખ્યાત છે. તેઓએ યુપીમાં ભાજપને મળેલી પૂર્ણ બહુમત અને પ્રચંડ જીતને લઈ થોડા સમય પૂર્વે આગાહી કરી હતી જે સાચી પડી હતી. આ ઉપરાંત તેઓએ આગામી સમયમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પૂર્ણ બહુમતિ મળશે તેવી આગાહી કરી છે. હાલમાં વિશ્વમાં એક દિવસ એવો પણ આવશે જ્યારે અમેરિકા અને ચીન જેવી મહાસત્તાઓ પણ ભારતને નતમસ્તક થઈને રહેશે. આ ઉપરાંત વિશ્વમાં અખંડિત ભારતનું નિર્માણ થશે જેમાં વિશ્વના દેશો સંમેલિત થઈ જશે.

બાબાએ આ અગાઉ પણ અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા આતંકવાદી હુમલા વખતે બાબાએ અગાઉ આગાહી કરી હતી. આ ઉપરાંત બાબાએ ભારતમાં સંસદ પર આંતકવાદીઓ દ્વારા કરાયેલા હુમલા અંગે અગાહી કરી હતી. વળી પ્રધાનમંત્રીએ લાગુ કરેલ નોટબંધી પર પણ આગાહી કરી હતી.બાબાએ વર્લ્ડ સેન્ટર પર હુમલો, ઈન્ડિયામાં સંસદ ભવન પર હુમલો, નોટબંધી જેવી અનેક બાબતો પર આગાહી કરી હતી. જે તમામ આગાહીઓ સાચી પડી હતી. તેઓ પોતાના માચડા પર જ રહે છે. અને તેમના દર્શન કરવા માટે મોટા મોટા રાજનેતા અને ધર્મસંતો પણ આવે છે. કોંગ્રેસ પાર્ટીને પંજાનું નિશાન પણ દેવરાહા બાબાની જ ભેટ છે.