શુક્રવાર, 17 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 24 માર્ચ 2017 (12:33 IST)

ઉનાના દ્રોણેશ્વર ગુરુકુલમાં ઠાકોરજીને 10 વાર પ્રદક્ષિણા કરતી વાછરડી

બાબરીયાવાડ પ્રદેશમાં આજથી પાંચેક હજાર વર્ષ પૂર્વ પાંડવ ગુરુ દ્રોણાચાર્ય મહારાજે મચ્છુ નદીના કિનારે મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. જે દ્રોણેશ્વર મહાદેવ નામે જાણીતા છે. જ્યાં આજે પણ મહાદેવજીના મસ્તક ઉપર અવિતર જળધારા વહી રહી છે. અને બાજુમાં વડતાલ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધુ,1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ સ્થાપિત કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનું ભવ્ય મંદિર આવેલ છે. તેની સાનિધ્યમાં સ્વામિનારાયણ ગુરુકુલ એસજીવીપીની નૂતન શાખા દ્રોણેશ્વર ગુરુકુલ આવેલ છે. જે દ્રોણેશ્વર ગુરુકુલમાં ગત જુનથી કન્યા અને કુમારી વિદ્યાલયનો પ્રારંભ થયેલ છે. તે દ્રોણેશ્વર ગુરુકુલમાં આધુનિક ગૌશાળા આવેલ છે.  દરરોજ પુજારી ભૂદેવો દ્વારા ગૌપૂજન થાય છે. ત્યાં એક ગાયની નાની વાછડી અઠવાડીયામાં કોઇકવાર પોતાની માતાને ધાવી તરતજ દોડતી ગુરુકુલના નિજ મંદિરમાં આવી ઠાકોરજીને 8 થી 10 પ્રદક્ષિણા ફરીને પાછી ગૌશાળામાં ચાલી જાય છે. મંદિરમાં આવતા કોઇ રોકે તો પણ રોકાય નહી.આ રીતે ભગવાનને પ્રદક્ષિણા ફરતી હોય છે. ત્યારે હરીભક્તો આશ્વર્યથી નિહાળતા હોય છે.

દ્રોણેશ્વર ખાતે જે ગૌશાળાનું નિર્માણ પ્રાથમિક તબક્કામાં કરવામાં આવ્યું છે. તેમાં અત્યારે 15 ગીર ગાયો છે, જે છારોડી ખાતેની એસ.જી.વી.પી. ગુરુકુલની ગૌશાળાથી ત્યાં લઇ જવાઇ છે. અહીં અત્યારે પણ 200 ગીર ગાય છે. જેના જુદા જુદા નામ રાખવામાં આવ્યા છે અને ગાયોનું  પૂજન પણ રૂષિકુમારો દ્વારા કરવામાં આવે છે.