મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 10 એપ્રિલ 2017 (15:04 IST)

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને એન્ટી-ઇન્કમ્બન્સી નડી શકે છે - રીપોર્ટ

ગુજરાત વિધાનસભાની વહેલી ચૂંટણીઓ થવાની અફવા વહેતી થઇ છે ત્યારે ભાજપને એન્ટી ઇન્કમ્બન્સીનો પાછલા બારણે ભય સતાવી રહ્યો છે. આઇબીનો રિપોર્ટ છેકે, કેટલીય બેઠકો પર ભાજપના જ સ્થાનિક આગેવાનો સિટીંગ ધારાસભ્યોથી નારાજ છે પરિણામે ૪૫ બેઠકો પર નવા ચહેરા મૂકવા ભાજપે મન બનાવ્યું છે .હાલમાં કેટલીક બેઠકોની ઓળખ કરાઇ છે જયાં મતદારો ભાજપથી વિમુખ થઇ શકે છે જેથી ભાજપે આ બેઠકોને સમુસુતરૃ કરવા દોડધામ મચાવી છે.

સૂત્રોના મતે, સ્ટેટ-સેન્ટ્રલ આઇબીનો રિપોર્ટ છેકે, આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને એન્ટી ઇન્કમ્બન્સી નડી શકે છે. ભાજપના ધારાસભ્યો પ્રજાલક્ષી કામો કરવામાં ઉણાં સાબિત થયાં છે જેથી સ્થાનિક સ્તરે જ અત્યારથી વિરોધનો બુંગિયો ફુંકાયો છે. ધારાસભ્યોના પ્રજાકીય કામો ન કરતાં ખુદ ભાજપ સરકારે રેશનકાર્ડથી માંડીને આધારકાર્ડ સહિત સ્થાનિક કામો કરવા માટે સેતુ કાર્યક્રમ શરૃ કરવા પડયાં છે. સરકારી કચેરીઓમાં આમજનતાના કામો થતાં નથી તેવી ફરિયાદો ઉઠી છ . ગુજરાતની મુલાકાત વખતે પણ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધારાસભ્યોને મતવિસ્તારોમાં જઇને પ્રજાકીય કામો કરવા સલાહ આપી હતી . તેનું કારણ એછે કે, શહેરોમાં તો ભાજપની સ્થિતી મજબૂત છે પણ ગામડાઓમાં હજુયે મતદારોને ભાજપ આકર્ષી શક્યુ નથી. પંચાયતોમાં સફાયો થયા બાદ પણ હજુયે આ સ્થિતી યથાવત રહી છે. ગામડાઓમાં આજેય ખેડૂતોના પ્રશ્નો , મોંઘવારી ,પાટીદારો,દલિતો સહિત અન્ય સ્થાનિક સમસ્યાને પગલે લોકો ભાજપથી નારાજ છે.
આઇબીના રિપોર્ટથી ભાજપ ચોંક્યું છે જેથી ભાજપે તમામ બેઠકોનું એનાલિલિસ કરીને કઇ બેઠક પર કયુ ફેક્ટર નડે છ તેની ઝીણવટભર્યો અભ્યાસ શરૃ કર્યો છે. મહત્વની વાત તો એછેકે, ભાજપની કેટલીક સિટીંગ મહિલા ધારાસભ્યોના પણ પત્તા કપાશે . આમ,ગુજરાતમાં ભાજપના ૨૦ વર્ષના શાસન સામેના લોકરોષને ઠારવા ભાજપ અત્યારથી કામે લાગ્યું છે . સંગઠન અને સરકાર જ નહીં, ધારાસભ્યો,સાંસદો પણ મતવિસ્તારોમાં કામે લાગ્યાં છે.