અમદાવાદમાં પીરાણા ડમ્પિંગ સાઇટને હટાવવા સ્થાનિક લોકોનો વિરોધ

peerana dumping
Last Modified સોમવાર, 17 એપ્રિલ 2017 (17:16 IST)


શહેરમાં આવેલી પીરાણા ડમ્પિંગ સાઈડનો પ્રશ્ન દીવસને દીવસે વધતો જઈ રહ્યો છે. આસપાસના સ્થાનિકો દ્વારા ડમ્પિંગ સાઈડને હટાવવાની અનેક વખત રજૂઆત કરવા છતા પણ કોઈ નીરાકરણ આવતુ નથી. જેનાથી સ્થાનિકો વારંવાર બીમાર પડી જાય છે. ત્યારે પૂર્વ વિપક્ષ નેતા બદરૂદ્દીન શેખ તેમજ નરોડા પાટીયાના સ્થાનિકો દ્વારા ડમ્પિંગ સાઈડને હટાવવાનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં ડમ્પિંગ સાઈટ પર નાખવામાં આવતી કચરાની ગાડીઓને રોકવામાં આવી હતી. અને તાત્કાલીક ડમ્પિંગ સાઈટને ખસેડિને બીજી જગ્યાએ લઈ જવામાં આવે તેવી માંગ કરી હતી. આ સાથે જ જો વહેલી તકે આ ડમ્પિંગ સાઈટ હટાવવામાં નહી આવે તો આગામી દીવસોમાં વધુ ઉગ્ર રીતે રજૂ કરવાની ચીમકી આપી હતી.


આ પણ વાંચો :