અમદાવાદમાં લગનિયા હનુમાનના પૂજારી વેલેન્ટાઈન બાબાએ 10 હજાર પ્રેમીપંખીડાને પરણાવ્યા છે.

marriage
Last Modified બુધવાર, 26 એપ્રિલ 2017 (17:38 IST)

પરિવારજનો લગ્ન માટે તૈયાર ન હોય તેવા અનેક પ્રેમીપંખીડાઓની મૂંઝવણ હોય છે કે કઈ રીતે લગ્ન કરવા,
આવા પ્રેમીપંખીડાઓને મદદ કરવા માટે પ્રખ્યાત છે અમદાવાદનું લગનિયા હનુમાનનું મંદિર. આ મંદિરમાં 10 હજારથી પણ વધુ પ્રેમીઓ લગ્ન કરી ચૂક્યા છે. એટલું જ નહીં, આ મંદિરમાં સાદાઈથી લગ્ન કરવા માગતા લોકોના લગ્ન કરાવી આપવાની પણ તમામ સગવડ છે. તેમાંય વેલેન્ટાઈન્સ ડે પર તો આ મંદિરમાં લગ્ન કરવા માટે જોરદાર ધસારો રહે છે.

અમદાવાદના મેઘાણીનગરમાં સ્થિત આ મંદિરમાં અત્યાર સુધી 10,000થી વધારે પ્રેમીઓ લગ્ન કરી ચૂક્યાં છે.
ટ્રાન્સજેન્ડર તેમજ સજાતિય લોકો પણ અહીં લગ્ન કરી ચૂક્યા છે .આ મંદિરના મહંતે જણાવ્યું કે ભૂંકપ બાદ 2003થી લગ્ન કરાવવાની શરૂઆત કરવામાં આવી. અહીં લગ્ન માટે 24 કલાક દરવાજા ખુલ્લા રહે છે.
જે લોકો લગ્ન કરવા આવે તેમનું ફોર્મ ભરાવાય છે, જરુરી આઈડી-પ્રુફ લેવાય છે અને તેમને મેરેજ સર્ટિફિકેટ માટેના ફોર્મ કોર્પોરેશન ઓફિસમાં જમા કરાવી તેમને મેરેજ સર્ટિફિકેટ આપાવવામાં આવે છે.આ મંદિરમાં પ્રેમીઓના લગ્નને કાયદાની માન્યતા મળે તેવી પણ તમામ વ્યવસ્થા કરાઈ છે. અત્યાર સુધીમાં 10 હજારથી પણ વધુ લગ્ન કરાવનારા મંહતને લોકો હવે વેલેન્ટાઈન બાબા તરીકે ઓળખે છે. જેઓ છેલ્લા 15 વર્ષથી આ મંદિરમાં સેવા આપી રહ્યા છે.


આ પણ વાંચો :