સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 27 એપ્રિલ 2017 (17:07 IST)

Sagarmala Project દ્વારા ગુજરાતનો ૧૬૦૦ કિલોમીટર લાંબો દરિયા કિનારો નેશનલ હાઈવેઝ સાથે જોડાશે

ગુજરાતના ૧૬૦૦ કિલોમીટર લાંબા દરિયા કિનારાને નેશનલ હાઈવેઝ સાથે જોડવા માટે, ભારતીય શીપીંગ મીનીસ્ટ્રી અને ટ્રાન્સપોર્ટ મીનીસ્ટ્રીએ ‘સાગરમાળા’ પ્રોજેક્ટ દ્વારા સંયુક્ત પણે નિર્ણય લેવાયો છે, જેના માટે રૂપિયા ૧૦,૦૦૦ કરોડનો પ્રોજેક્ટ મંજુર કરવામાં આવ્યો છે.  આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન રૂપ આ પ્રોજેક્ટમાં ત્રણ સ્પેશીયલ કોસ્ટલ ઇકોનોમિક ઝોન ડેવલપમેન્ટનો પણ સમાવેશ થાય છે. ગુજરાતને હિસ્સે આ અંતર્ગત ત્રણ પ્રોજેક્ટ આવ્યા છે.
 
રાજ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ મીડિયાને જણાવતા કહ્યું કે, “ભારત સરકાર માત્ર દેશના વિસ્તારોનો વિકાસ જ કરવા નથી માંગતી પરંતુ, બંદરોના વિકાસ થકી વડાપ્રધાનના વિઝનરી કાર્યક્રમ ‘સાગરમાલા’નું સપનું સાકાર કરશે.” મંત્રીના જણાવ્યા અનુસાર, રાજ્યના ૧૬૦૦ કિલોમીટર લાંબા આખા દરિયા કિનારાને નેશનલ હાઈવે સાથે જોડવામાં આવશે. આ માટે ભારત સરકારે રૂપિયા ૧૦,૦૦૦ કરોડ ફાળવ્યા છે. હાલ, ૭૦૩૮ કરોડના મુલ્ય જેટલું કાર્ય ચાલુ છે, જે અંતર્ગત ભાવનગર અને તળાજા વચ્ચેનો ૪૮ કિલોમીટરનો પટ્ટો, તળાજાથી મહુવા વચ્ચેનો ૪૫ કિલોમીટરનો પટ્ટો, મહુવાથી કાગવદર વચ્ચે ૪૦ કિલોમીટર, કાગવદરથી ઉના વચ્ચે ૪૧ કિલોમીટરનો પટ્ટો, ઉનાથી કોડીનાર વચ્ચે ૪૧ કીલોમીટરના પટ્ટાનું બાંધકામ અત્યારે ચાલી રહ્યું છે.
વધુમાં, દ્વારકાથી દેવરિયા સુધીનો ૭૩ કિલોમીટર રોડ અને ૬૩ કિલોમીટરનો ધ્રોળ અને પીપળીયા જંકશનનો પણ વિકાસ કરવામાં આવશે. નેશનલ હાઈવેના અન્ય કોસ્ટલ પ્રોજેક્ટ્સમાં વટામણથી કરજણ ૨૫૫ કિલોમીટર લાંબો રોડ અને તારાપુરથી ભાવનગરનો ૧૮૫ કિલોમીટરનો પટ્ટો  પણ મુખ્યરૂપે મંજુર કરવામાં આવ્યો છે. માંડવીયાએ કહ્યું, “દેશમાં સ્પેશીયલ કોસ્ટલ ઇકોનોમિક ઝોનના વિકાસ માટે રૂપિયા ૨૦૦૦ કરોડના પ્રોજેક્ટ અંતર્ગત આવા ત્રણ સેઝ માટે રાજ્યો પસંદ કરવામાં આવ્યા છે અને ચાઈનાની જેમ અમે તેને ક્લસ્ટર પ્રકારે વિકાસ કરી રહ્યા છીએ, જ્યાં કંડલા મુન્દ્રાને પેટ્રોકેમીકલ્સ ઝોન તરીકે, સિમેન્ટ અને ફર્નીચર ઉદ્યોગોના ક્લસ્ટર તરીકે, પીપાવાવ અને સિક્કા પોર્ટ ક્લસ્ટરને કાપડ અને ઓટોમોટીવ ક્લસ્ટર તરીકે અને દહેજ હઝીરા ક્લસ્ટરને મરીન બેઝ સ્પેશીયલ ઇકોનોમીક ઝોન તરીકે વિકસાવવામાં આવશે. 
 
કંડલા વિસ્તારમાં ૭૦ ટકા જેટલું લાકડું આયાત કરવામાં આવે છે. કંડલા પોર્ટ ટ્રસ્ટ અને તે અંતર્ગત આવતી કેન્દ્ર સરકારની જમીન, દ્વારા રચ-રચીલું બનાવતી અને નિકાસ કરતી કંપનીઓને આકર્ષવા, માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. અમે પોરબંદર અને નવલખી બંદરોને કોસ્ટલ શીપીંગ ટ્રાન્સપોર્ટ હબ તરીકે વિકસાવીશું.” તેમ તેમણે ઉમેર્યું. આ મેરીટાઈમ હેરીટેજ મ્યુઝીયમ બનાવીને તેમાં દેશના પ્રાચીન વહાણવતી ઉદ્યોગના વારસાની  જાળવણી ‘વિકાસ ગાથા’ તરીકે કરવી, તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું છે. તેથી, એક આંતરરાષ્ટ્રીય કક્ષાનું સંગ્રહાલય નજીકના ભવિષ્યમાં વિકસાવવામાં આવશે અને તેનો વિગતવાર પ્રોજેક્ટ અહેવાલ હાલમાં તૈયાર થઇ રહ્યો છે.