બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 4 મે 2017 (14:45 IST)

ગાંધીજી રાજકોટની જે શાળામાં ભણતાં હતાં ત્યાં બનાવાશે મ્યુઝિયમ

રાજકોટમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જે શાળામાં ભણતા હતાં ત્યાં ગુજરાત સરકારે મ્યુઝિયમ બનાવવાનો આદેશ આપ્યો છે. શાળાના 150 જેટલા વિદ્યાર્થીઓને એલસી પણ આપી દેવામાં આવ્યાં છે. આ સ્કૂલને મ્યુઝિયમ તરીકે વિકસાવવા કોર્પોરેશન દ્વારા અગાઉ જાહેરાત કરાઈ હતી. ત્યારે બજેટમાં તેના માટે રૂ. 10 કરોડ ગ્રાન્ટ ફાળવાઈ છે.

આ શાળાની સ્થાપના 1868માં કરવામાં આવી હતી. ત્યારે રાજકોટ હાઈસ્કૂલ તરીકે ઓળખાતી. વર્ષ 1907માં તેનું નામકરણ આલ્ફ્રેડ હાઈસ્કૂલ તરીકે કરાયું. અત્યારે જે બિલ્ડિંગ છે તેનું બાંધકામ જૂનાગઢના બાબી વંશના નવાબે કરી આપ્યું હતું. રાષ્ટ્રની સ્વતંત્રતાના શ્રેયી ગાંધીજીની સ્મૃતિમાં આ શાળાનું નામકરણ મોહનદાસ ગાંધી હાઈસ્કૂલ કરવામાં આવ્યું છે.
જો કે આ વિરાટ વારસાની જાળવણી કરવામાં શિક્ષણાધિકારી કચેરી સહિતના સરકારી તંત્રો નિષ્ફળ નિવડયા છે. આ સ્કૂલને મ્યુઝિયમમાં ફેરવવાની યોજના થોડા વખત પહેલા મુકાઈ હતી. જેના ભાગ રુપે શાળામાંથી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તેમજ શિક્ષણ વ્યવસ્થાને અન્યત્રે ખસેડવામાં આવી હતી. ગાંધી સ્કૃતિઓ સાથે જોડાયેલા પોરબંદરના કીર્તિ મંદિરની માફક મોહનદાસ ગાંધી હાઈસ્કૂલને મ્યુઝિયમ તરીકે વિકસાવવા રાજ્ય સરકાર દ્વારા બજેટમાં ૧૦ કરોડની જોગવાઈ કરાઈ છે. કોર્પોરેશનની યોજનાને સરકારે આર્થિક સહાય કરી આપતા આ કામગીરી વહેલી તકે શરુ થશે. મઈટીપલ સ્ક્રીન, ગ્રાફિકસ્, સર્કયુલર વિડીયો જેવા ઉપકરણો વડે મ્યુઝિયમ તરીકે વિકસાવવામાં આવશે.