શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 9 મે 2017 (10:21 IST)

માતાના ખોળામાં મૃત્યુના સમયે પણ બાળકના ચહેરા પર હાસ્ય જોવા મળ્યુ

વડોદરામાં પાદરા-બોરસદ રોડ પર  ટ્રક અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. બાઇક પરથી ફંગોળાયેલા બે વર્ષના પુત્રને જ્યારે માતાએ લોહીલુહાણ હાલતમાં ખોળામાં સુવડાવ્યો ત્યારે માતાને ક્યાં ખબર હતી કે, લાડકવાયાની જીવાદોરી હવે તૂટવાની છે. તેનું મોત હૃદયને પણ પીગળાવી દે તેવું હતું. ઘટના સ્થળે પુત્રને ખોળામાં લઇને બેઠેલી માતાની ક્લિક થયેલી તસવીર તેના પુત્ર સાથેની અંતિમ તસવીર બની ગઇ હતી.

મૃત્યુના સમયે પણ બાળકના ચહેરા પર હાસ્ય જોવા મળ્યુ હતુ. પાદરા તાલુકાના ઉમરાયાની સીમમાં રહેતા જયદીપ સિંધા, તેનો પિતરાઇ અલ્પેશ સિંધા તેમજ 2 વર્ષનો રાહુલ બાઇક પર ઉમરાયા ગામે લગ્નમાં જવા નીકળ્યા હતા. બીજી તરફ મહીસાગર નદી પાસે ટાઇલ્સ ભરેલી ટ્રક મોરબીથી મહુવડ જતી હતી. દરમિયાન ગંભીર પુલ પર ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટ્રકની ટક્કરે બાઇક સવાર જયદીપ તેમજ અલ્પેશનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માતની જાણ થતાં પરિવારજનો પણ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જ્યાં બે વર્ષનો રાહુલ જીવિત હોવાથી લોહીલુહાણ હાલતમાં તેની માતાએ ખોળામાં લઇને આક્રંદ કર્યુ હતુ. રાહુલને બચાવવા માટે 108ની પણ રાહ જોયા વગર બાઇક પર ડભાસા નજીક આવેલી ક્રોસરોડ હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થતાં માતાએ આક્રંદ કરી મુક્યુ હતુ. અને અકસ્માત સ્થળે પુત્રને ખોળામાં લઇને બેઠેલી માતાની ક્લિક થયેલી તસવીર આખરી બની ગઇ હતી.