શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 25 મે 2017 (15:56 IST)

અમદાવાદમાં ડો. મશહૂર ગુલાટીનો લાઈવ શો રદ કરાયો

કપિલ શર્માના શોથી જાણીતા બનેલા ડો. મશહૂર ગુલાટી ઉર્ફે સુનિલ ગ્રોવરનો શો અમદાવાદમાં રદ કરવામાં આવ્યો છે. આ શોમાં સુનિલ ગ્રોવર, અલી અસગર, સુગંધા મિશ્રા, ચંદન પ્રભાકર અને ડો. સંકેત ભોસલે પરફોર્મ કરવાના હતા. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં આ કોમેડિયન્સનો પ્રથમ વાર લાઈવ શો યોજવાનું આયોજન હતું. સુનિલ ગ્રોવર 27મી મેના રોજ અમદાવાદમાં લાઈવ પરફોર્મ કરવાનો હતો પરંતુ આ શો કેન્સલ કરી દેવામાં આવ્યો છે.

આ શોના આયોજકોએ  જણાવ્યું કે, “બધું જ બરાબર ચાલી રહ્યું હતું. મોટાભાગની ટિકીટ વેચાઈ ગઈ હતી. પરંતુ શોને લઈને ઘણા બધા ન્યુસન્સને કારણે ગઈ કાલે અમને જાણવા મળ્યું કે આ શો કેન્સલ કરવામાં આવ્યો છે. આ શો કાયદાકીય ચૂંગાલમાં ફસાયો છે. અમદાવાદના રહેવાસી અને જસુ પૂજા ઇવેન્ટ કંપનીમાં કામ કરતા ઇવેન્ટ મેનેજર રાજપાલ શાહે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી કે મુંબઈના દેવાંગ શાહે સુનિલ સાથે અમદાવાદમાં ઇવેન્ટ કરવાનું વચન આપ્યું હતું પરંતુ કોન્ટ્રેક્ટના નિયમોનો ભંગ કરીને બીજી કોઈ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની સાથે તેનો શો અમદાવાદમાં કરી રહ્યા હતા.