શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 29 મે 2017 (15:02 IST)

મંડપ સર્વિસમાં કામદાર પિતાની પુત્રીએ 99.99 ટકા મેળવ્યા

આજે 10મા ધોરણની પરિક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં રાજકોટ જિલ્લાના રુપાવાટી કેંદ્રનું સૌથી વધુ 97.47 ટકા પરિણામ અને સૌથી ઓછું સાબરકાંઠા જિલ્લાના લાંબડિયાનું 10.50 ટકા પરિણામ આવ્યું છે.રાજકોટ શહેરમાં મંડપ સર્વિસમાં કામ કરતા સુરેશભાઈ શિયાણીની પુત્રી પ્રિયંકા શિયાણીએ મેદાન માર્યું છે. પિતાની નબળી આર્થિક પરિસ્થિતિને કારણે જરૂરી સગવડતા ન હોવા છતાં પ્રિયંકાએ ધોરણ 10 માં 99.99 ટકા મેળવી માતા-પિતાનું નામ રોશન કર્યું છે. આ તકે પ્રિયંકાએ જણાવ્યું હતું કે તેણે આ પરિણામ માટે દરરોજના 10થી 12 કલાક વાંચન કર્યું હતું. અને તેણી ડોક્ટર બનવા ઈચ્છે છે. જ્યારે પ્રિયંકાના પિતા સુરેશભાઈએ જણાવ્યું હતું કે પૂરતી સગવડના અભાવ છતાં પુત્રીએ જ્વલંત સફળતા મેળવી અમારૂ નામ રોશન કર્યું છે.