1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 26 જૂન 2017 (12:09 IST)

ડોમેસ્ટિક ટુરિસ્ટને આકર્ષવામાં ગુજરાતનો 10મો નંબર

ગુજરાતમાં વિદેશી સહેલાણીઓની સાથે દેશના અલગ અલગ રાજ્યોમાંથી આવનારા પ્રવાસીઓમાં વધારો થયો છે. આ મુદ્દે ગુજરાતે ડોમેસ્ટીક પ્રવાસીઓને આકર્ષવામાં  ટોપ-10માં સ્થાન મેળવ્યું છે.ગત એક વર્ષના આંકડા જોતાં રાજ્યમાં સાડા ચાર કરોડથી વધુ લોકોએ વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી છે. કેન્દ્રીય પ્રવાસ મંત્રાલયના માર્કેટ રિસર્ચ ડિવિઝન દ્વારા 2016માં ઘરેલુ અને વિદેશી પ્રવાસીઓ આધારિત અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો. આ અહેવાલ મુજબ ગુજરાત હવે બોલિવૂડ માટે ઘર આંગણું બનતું જાય છે, ફિલ્મ્સના લોકેશન માટે રાજ્યમાં વધુને વધુ ફિલ્મ મેકર આવી રહ્યા છે.

તાજેતરમાં જ શાહરૂખખાનની ફિલ્મ ‘રઇસ’નું શૂટિંગ અમદાવાદમાં થયું. ‘રઇસ’ની જેમ જ ‘મોંહે-જો-દરો’, ‘પીકુ’નું શૂટિંગ પણ ગુજરાતમાં જ થયેલું છે. બોલિવૂડ ગુજરાત પર પસંદગીના ઢોળાઇ રહેલા કળશ પાછળ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સારી સ્થિતિ, મળતાવડા લોકો, સસ્તી મજૂરી અને મનભાવન લોકેશનને કારણભૂત ગણાવે છે.