મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 10 નવેમ્બર 2017 (15:15 IST)

કચ્છ સરહદેથી બીએસએફે પાકિસ્તાનના 3 માછીમારોને ઝડપ્યાં

કચ્છ જિલ્લામાં ભારત પાકિસ્તાન સરહદે આવેલા હરામી નાળાથી બોર્ડર સિક્યુરિટી ફોર્સે 3 પાકિસ્તાની માછીમારોને પાંચ બોટ સાથે પકડી પાડ્યા છે. ક્રીક વિસ્તારમાં આવેલા આ સ્થળેથી અવારનવાર પાકિસ્તાની માછીમારો બોટ સહિત પકડાતા હોય છે. બીએસએફે પાક માછીમારોને સ્થાનિક પોલીસને હવાલે કરી દીધા. બીએસેફની 79મી બટાલિયનના પેટ્રોલિંગ દરમિયાન ગઈકાલે 3 માછીમારોને ઝડપી પાડ્યા હતા. હરામી નાળાના કાટખૂણેથી માછીમારી દરમિયાન પાક માછીમારો ઘૂસી આવતા હોય છે.

સામા પક્ષે ભારતના માછીમારો પણ આ વિસ્તારમાંથી પાકિસ્તાનના એરિયા જતા તેમની પણ અટકાયત પાકિસ્તાન કરતું હોય છે..હરામી નાળામાંથી 3 પાકિસ્તાની માછીમારો પકડાયા છે. તે પણ ત્યારે જ્યારે પાક રેન્જર્સના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ભારતની સાથે મંત્રણા કરવા માટે આવ્યા છે. મંત્રણાનો એક મુદ્દો માછીમારોની થતી ધરપકડ પણ છે.