શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 19 જાન્યુઆરી 2018 (20:55 IST)

દીપડો કૂતરાનો શિકાર કરવા ગયો,.. બંને પડ્યા કૂવામાં

દિપડો પોતાના શિકારની પાછળ પડે એટલે શિકાર નક્કી જ હોય પણ સૌરાષ્ટ્રમાં બનેલી એક ઘટનાએ ભારે ચર્ચાઓ ઉભી કરી છે. આ ઘટનામાં કૂતરાનો શિકાર કરવા ગયેલો દિપડો ખુદ શિકાર થઈ ગયો. પ્રાપ્ત માહિતી પ્રમાણે અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં આવેલા નાના વઘાણિયા ગામમાં ગુરુવારે બનેલી આ ઘટનામાં દીપડો કૂતરા પાછળ દોડ્યો તો ખરો, પણ તે શિકાર કરવાને બદલે પોતે જ ભરાઈ પડ્યો હતો.દીપડો પોતાની પાછળ ફરતા ગભરાયેલું કૂતરું પૂંછડી દબાવીને દોડ્યું હતું, અને ગભરાયેલા કૂતરાને વચ્ચે ક્યારે કૂવો આવી ગયો તે ભાન જ ન રહ્યું.કૂતરો અચાનક જ કૂવો વચ્ચે આવી જતાં બેલેન્સ ન જાળવી શક્યો અને તે સીધો જઈને કૂવામાં ખાબક્યો હતો.

બીજી તરફ, પૂરી તાકાતથી દોડતા દીપડાથી પણ પોતાની સ્પીડ કાબૂ ન થઈ અને કૂતરા પાછળ તે પણ સીધો કૂવામાં જઈને ખાબક્યો. આમ શિકાર અને શિકારી એક જ કૂવામાં પડ્યા હતા. આખરે ચાર કલાકની જહેમત બાદ ફોરેસ્ટની ટીમે કૂતરાને અને દીપડાને બહાર કાઢ્યા હતા. ત્યાં સુધી આ બંને કૂવામાં ડરના માર્યા ચૂપચાપ બેસી રહ્યા હતા