મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 23 એપ્રિલ 2018 (13:18 IST)

સુરતમાં માતાએ 12માં માળેથી પુત્રને ફેંકી પોતે પણ લગાવી છલાંગ

સુરતમાં પુત્રને 12માં માળેથી ફેંક્યા બાદ માતાએ પણ કૂદીને આત્મહત્યા કરી લેતા સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. પાલ-અડાજણ વિસ્તારના સુતિયા યુનિવર્સલ એપાર્ટમેન્ટની માતાએ પાંચ વર્ષના પુત્ર સાથે મોતની છલાંગ મારતા શંકાઓનો દોર શરૂ થઇ ગયો છે. જોકે, હાલમાં માતા-પુત્રની આત્મહત્યા પાછળનું કારણ જાણવા મળ્યું નથી.

અડાજણ વિસ્તારમાં આવેલી સુતિયા યુનિવર્સલ એપાર્ટમેન્ટની ચંચળબેન પરિવાર સાથે ભાડે આ સુતિયા યુનિવર્સલ એપાર્ટમેન્ટમાં ભાડે રહેતી હતી. આજે ચંચળબેન પાંચ વર્ષના પુત્ર અલ્કેશને લઈને 12માં માળે પહોંચ્યા હતાં. જ્યાં આત્મહત્યા કરતા પહેલાં મહિલાએ પહેલા પુત્રને નીચે ફેંક્યો હતો. અને બાદમાં તેઓ પણ કૂદી ગયા હતાં.સોસાયટીમાં ઘટનાનાં પગલે લોકો ઉમટી પડ્યા હતાં. જોકે, ઘટનાસ્થળે જ માતા-પુત્રની કરૂણ મોત નિપજ્યુ હતું. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આપઘાતના કારણ અંગે વધુ તપાસ હાથ ધરી છે.