બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 12 જુલાઈ 2017 (14:52 IST)

Rajkot News - રાજકોટ ઝૂનો એનિમલ કિપર પાંજરાને તાળું મારવાનું ભૂલી જતાં સિંહ પાંજરામાંથી બહાર આવી ગયો

રાજકોટ ઝૂમાં આજે સવારે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. સિંહના પાંજરાને તાળું મારવાનું ભૂલાઇ જતા સિંહે પાંજરાની બહાર આવી આંટા માર્યા હતા. બાદમાં ફરી પાંજરામાં સિંહ આવી ગયો હતો. સિંહ સહેજ પણ રસ્તો ભૂલી ગયો હોત તો તે ઝૂમાંથી બહાર નીકળી જાત. આવા વિચારે ઝૂના સ્ટાફમા ફફડાટ ફેલાવી દીધો હતો. પ્રધ્યુમન પાર્કના ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટ હિરપરાએ જણાવ્યું હતું કે, સવારે નિત્યક્રમ પ્રમાણે એનિમલ કિપર સિંહને પાંજરામાં જમવાનું મૂકવા ગયો હતો.

કોઇ કારણોસર પાંજરાને તાળુંં મારતા ભૂલી ગયો હતો. ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટ હિરપરાના જણાવ્યા પ્રમાણે આજે સવારે એનિમલ કિપરથી તાળું મારવાનું રહી ગયું હતું. ઘટના ગંભીર જ ગણી શકાય. જો કે સિંહ આ જ ઝૂમા જન્મેલો હોવાથી તેને પાંજરાની આજુબાજુ જ આંટાફેરા કર્યા હતા. ત્યાં સુધીમાં સ્ટાફના ધ્યાનમાં આવી ગયું હતું. જો કે તે પોતે જ પાંજરામા જતો રહ્યો હતો અને ફરી તાળું લગાવી દેવાયું હતું.