સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 9 ઑક્ટોબર 2021 (10:12 IST)

ગુજરાતના 7 શહેરોમાં 10 નવેમ્બર સુધી વધ્યો નાઇટ કર્ફ્યૂ

તહેવારોની સિઝનનને જોતાં ગુજરાતના 7 શહેરોમાં નાઇટ કર્ફ્યૂને એક મહિના માટે વધારી દેવમાં આવ્યો છે. અમદાવાદ, વડોદરા, સુરત, રજકોટ, ગાંધીનગર, જૂનાગઢ અને ભાવનગરમાં 10 નવેમ્બર સુધી નાઇટ કર્ફ્યૂ યથાવત રહેશે. રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા વચ્ચે નાઇટ કર્ફ્યૂને એક મહિના માટે આગળ વધારી દેવામાં આવ્યો છે. નવરાત્રિની સિઝનમાં વધતી જતી ભીડને કાબૂ કરવા માટે સરકારે આ પગલું ભર્યું છે. તહેવારની સીઝનમાં વધતા જતા ખતરાને જોતાં સરકાર ભીડ પર લગામ કસવા માટે નક્કર પગલાં ભરી રહી છે. 
 
નવરાત્રિના તહેવારમાં ગુજરાતમાં ભારે ધૂમધામથી ઉજવવામાં આવે છે. મોટી સંખ્યામાં દુર્ગા પંડાલ લગાવવામાં આવે છે. આ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો દેવી દર્શન માટે પહોંચી જાય છે. કોરોનાની બીજી લહેર દરમિયાન મોટી સંક્રમણના કેસ સામે આવ્યા હતા. સતત થઇ રહેલા વેક્સીનેશન બાદ સંક્રમણના કેસમાં ખૂબ ઘટાડો જોવા મળી રહ્યો છે. તહેવારની સિઝનમાં સંક્રમણ ન વધે, એટલા માટે સરકારે કોરોના નાઇટને કર્ફ્યૂને આગળ વધારવામાં આવે. 
 
ઓક્ટોબર મહિનામાં ઘણી જયંતિ અને તહેવાર છે. નવરાત્રિથી માંડીને ઇદ સુધી મોટી સંખ્યામાં લોકો રાત્રે રસ્તા પર જોવા મળે છે. એટલા માટે સરકારે કોરોના કર્ફ્યૂને એક મહિના માટે વધારી દીધી છે. હવે 10  નવેમ્બર સુધી નાઇટ કર્ફ્યૂને આગળ વધારી દેવામાં આવ્યો છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, જૂનાગઢ અને ભાવનગરમાં એક મહિના સુધી રાત્રે પાબંધીઓને જાહે રહેશે. રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ વચ્ચે લોકો કામ વિના બહાર નિકળી શકશે નહી.