સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 24 મે 2017 (15:28 IST)

આફ્રિકન ડેવલોપમેન્ટ બેંકના કાર્યક્રમમાં ડેપ્યુટી સીએમ નીતીન પટેલ ઊંઘતા ઝડપાઇ ગયા

ગાંધીનગરનાં મહાત્મા મંદિરે બે દિવસીય આફ્રિકન ડેવલોપમેન્ટ બેંકના કાર્યક્રમમાં મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 52મી સામાન્ય સભાનું ઉદ્ઘાટન કર્યું હતું. પરંતુ આ મીટ દરમિયાન રાજ્યના ડેપ્યુટી સીએમ નીતીન પટેલ સહિત રાજ્યકક્ષાના કેન્દ્રિય નાણા પ્રધાન સંતોષ ગંગવાર ઉપરાંત આફ્રિકન ડેલિગેશન પણ કેમેરાની નજરે ઊંઘતા ઝડપાઇ ગયા હતા.આવું અનેક વખત બન્યું છે કે, કોઇ સરકારી કાર્યક્રમ હોય ત્યારે પદાધિકારીઓ સહિત નેતાઓ પણ મીઠી ઊંઘ માણી રહ્યા હોય અને ભાષણબાજી ચાલું હોય.ગરમીમાં નેતાઓને ઊંઘ આવતી હતી કે પછી મોદીનું 150નું મીશન કેવી રીતે પાર પાડવું તેની ચિંતાઓ હતી આવી અનેક ચાબખીઓએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી હતી. નીતિન પટેલ પોતાની ખુરશી સાચવી શકશે કે નહીં તેની ચિંતા કરતાં ઊંઘી ગયા છે એવી પણ ચર્ચાઓ થવા માંડી હતી.