શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 28 જાન્યુઆરી 2017 (15:46 IST)

રવિન્દ્ર જાડેજાની ઔડીએ યુવતીને અડફેટે લીધી

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની ઔડી કારે આજે સવારે એક એક્ટિવા ચાલક યુવતીને અડફેટે લીધી હતી. ટીવી રિપોર્ટ્સ અનુસાર, આ અકસ્માત જાડેજાના હોમટાઉન જામનગરમાં થયો હતો. જાડેજા પોતાના ઘરેથી બહાર નીકળ્યો હતો, ત્યારે જોગર્સ પાર્ક પાસે તેની કારે એક કોલેજ ગર્લને અડફેટે લીધી હતી. આ અકસ્માત બાદ જાડેજાએ તાત્કાલિક 108 બોલાવીને યુવતીને હોસ્પિટલ પહોંચાડી હતી. આ અકસ્માતમાં યુવતીને સામાન્ય ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે. તેની હાલત પણ ખતરાની બહાર છે.અકસ્માતનો ભોગ બનનારી આ યુવતી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ટીવી રિપોર્ટ્સ અનુસાર, યુવતીએ અકસ્માત કઈ રીતે થયો તે અંગે કંઈ પણ કહેવાનો ઈનકાર કરી દીઘો હતો, અને જાડેજાની પણ આ અંગે કોઈ પ્રતિક્રિયા જાણવા મળી શકી નહોતી. આ અંગે કોઈ પોલીસ ફરિયાદ પણ હજુ સુધી નોંધાઈ નથી. જામનગરના જોગર્સપાર્ક વિસ્તારમાં આવેલા પાર્ક કોલોની સોસાયટીમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પોતાની પત્ની સાથે કાર લઈને બહાર નીકળી રહ્યો હતો તે દરમિયાન મોપેડ પર જઈ રહેલી યુવતી ત્રીતી શર્મા અચાનક કાર સામે આવી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં યુવતીને હાથે અને પગે ઈજા પહોંચી હતી. યુવતીને રવિન્દ્ર જાડેજા અને તેની પત્નીએ 108 મારફતે હોસ્પિટલ ખસેડી હતી. યુવતી વિદ્યાસાગર ઈન્ફોટેકમાં અભ્સયા કરી રહી છે.