પાલનપુર ગર્લ્સ હોસ્ટલમાં 38 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ
બનાસકાંઠાના જગાણામાં આવેલી એકલવ્ય મોડેલ સ્કૂલ ફરી સમાચારમાં આવી છે. માહિતી મળી છે કે સાંજના ભોજન બાદ આ શાળાની એક કે બે નહીં પરંતુ 35 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ થઇ ગયુ. સ્કૂલની ગર્લ્સ હોસ્ટેલ માં બપોરે દાળભાતનું ભોજન લીધા પછી લગભગદ 38 વિદ્યાર્થિનીઓની તબિયત લથડવા લાગી. અચાનક વિદ્યાર્થિનીઓની તબિયત બગડતા તેમને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ઘટનાની જાણ થતા જિલ્લા આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું. આરોગ્ય વિભાગના અધિકારીઓએ તાત્કાલિક વિદ્યાર્થનીઓના સેમ્પલ લઈને તપાસ માટે લેબમાં મોકલ્યા હતા.
પાલનપુરના જગાણા ખાતે આવેલી એકલવ્ય મોડેલ સ્કૂલમાં સાંજના નિયમિત ભોજન બાદ અચાનક અનેક વિદ્યાર્થિનીઓની તબિયત અચાનક બગડી હતી. શરૂઆતમાં 10 વિદ્યાર્થિનીઓને ઉલટી અને જાડાની અસર જોવા મળી, પરંતુ થોડા જ સમયમાં વધુ બાળકોને અસર થતાં આ સંખ્યા વધીને 35 સુધી પહોંચી હતી. શાળાના સંચાલકો દ્વારા તાત્કાલિક તમામ વિદ્યાર્થિનીઓને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં હાલ તમામની સારવાર ચાલી રહી છે અને તબિયત સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, થોડા સમય અગાઉ દાંતાની વેકરી આશ્રમશાળામાં પણ ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી. જેમાં એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું. ત્યારે એકલવ્ય મોડેલ સ્કૂલમાં પણ ઘટનાનું પુનરાવર્તન થતા વાલીઓ અને સ્કૂલ તંત્રમાં ચિંતા છવાઈ હતી.