બુધવાર, 11 ફેબ્રુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 19 જાન્યુઆરી 2026 (14:01 IST)

આ વિદ્યાર્થી છે કે ગુંડાઓ ? અમદાવાદમાં ફરી એકવાર વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને પર કર્યો ચપ્પુ અને પાઈપથી હુમલો

Ahmedabad Student Stabbed  Old Dispute Suspected
આજકાલના બાળકો વધુ પડતા અગ્રેસિવ થઈ ગયા છે. થોડી થોડી વાતે ગુસ્સો કરે છે. જો તેમને શરૂઆતથી જ સમજાવવામાં ન આવે તો આગળ જઈને તેઓ મોટી ઘટનાને અંજામ આપી શકે છે. આવી જ એક ઘટના ફરી એકવાર અમદાવાદમાં બની છે. અમદાવાદની સેવન્થ-ડે સ્કૂલ જેવી વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર હુમલો કર્યાની બીજી ઘટના સામે આવી છે. ઘાટલોડિયા વિસ્તારની નેશનલ સ્કૂલ બહાર ધોરણ 10ના વિદ્યાર્થીને અન્ય કેટલાક વિદ્યાર્થીઓએ કડુ, લાકડીઓ અને પટ્ટાવડે માર માર્યો હતો. આ ઘટનામાં વિદ્યાર્થીને ઈજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યો છે. 
 
 મળતી માહિતી મુજબ થોડા સમય પહેલા સ્કૂલની બહાર ધોરણ 10ના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો મારામારી સુધી પહોંચી ગયો હતો. અને તે વાત યાદ રાખીને આજે એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર ચાકુ વડે હુમલો કર્યો હતો. જો કે આ વિદ્યાર્થીને ઘા વાગતા તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો.
 
વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીની ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, વિદ્યાર્થીઓનું ટોળું એક વિદ્યાર્થીને લાકડી અને પટ્ટા વડે મારી રહ્યું છે. સ્કૂલની 100 મીટરના અંતરમાં જ વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો હતો. ગુંડાઓને પણ એક તરફ મુકી દે તેવી કરતૂત ધોરણ 10ના વિદ્યાર્થીઓએ કરી છે. આ ગેંગવોરના દૃશ્યો જોઈ કોઈ ન કહે કે આ ધો.10ના વિદ્યાર્થીઓ છે.
 
 નેશનલ સ્કૂલમાં વિદ્યાર્થી પર થયેલા હુમલાની ઘટનાને મામલે રાજ્યના શિક્ષણમંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ ઘટના અંગે નોંધ લીધી છે અને સમગ્ર કેસની વિગત મેળવવા માટે કાર્યવાહી શરૂ કરી છે. શિક્ષણમંત્રીએ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) પાસે નેશનલ સ્કૂલમાં બનેલી હુમલાની ઘટનાની સંપૂર્ણ વિગતો માગી છે.