ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 3 જુલાઈ 2017 (16:36 IST)

Heavy Rain in Ahmedabad - અમદાવાદમાં ભારે વરસાદ, શહેરના રસ્તાઓ પર પાણી જ પાણી

રાજ્યભરમાં વરસાદની સાથે અમદાવાદમાં પણ મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી ઝાપટાં નોંધાયા છે. વાડજ, વ્યાસવાડી, બાપુનગર સહિત પૂર્વ અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. પાણી ભરાતા મીઠાખળી, કુબેરનગર, અખબારનગર અંડરપાસ બંધ કરાયા છે. અમદાવાદના ઘાટલોડિયા, એસ.જી. હાઇવે, સેટેલાઇટ, પ્રહલાદનગર, ચાંદલોડિયા, સરખેજ વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો સર્જાયો હતો.

બીજી તરફ રસ્તાઓ ઉપર પાણી ભરાતા રસ્તાઓ ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે. આ ઉપરાંત ગુજરાતના બીજા વિસ્તારોની વાત કરીએ તો મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. મળતી માહિતી પ્રમાણે મોડાસા શહેરમાં એક કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ સાથે જિલ્લાના મેઘરજ, ધનસુરા, ભિલોડામાં પણ મેઘ મેહર વર્તાયી હતી. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

સારા વરસાદના પગલે ખેડૂતોમાં પણ આનંદની લાગણી પ્રવર્તી હતી. ગુજરાત ઉપર અપરએર સાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાની સાથે રવિવારે અરબી સમુદ્ર પર હવાનું દબાણ સર્જાતા આજે સહિત રાજ્યમાં તીવ્ર પવન સાથે ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. આ જ સ્થિ મંગળવારે પણ રહેવાની શક્યતા છે.