શનિવાર, 28 સપ્ટેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 15 જૂન 2021 (08:11 IST)

આપના કાર્યાલયના ઉદઘાટન દરમિયાન દિલ્હીના ધારાસભ્ય ગુલાબ યાદવ સહિત 5 લોકોના ખિસ્સા કપાયા

વર્ષ 2022માં ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પોતાની રાજકીય જમીનની શોધમાં આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સોમવારે અમદાવાદ પહોંચ્યા હતા. 
 
અરવિંદ કેજરીવાલ અમદાવાદમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયના ઉદઘાટન કરવા પહોંચ્યા હતા. કેજરીવાલની સમર્થકોની આડમાં ખિસ્સા કાતરુંએ પણ પોતાનો હાથ અજમાવ્યો હતો. જ્યારે અરવિંદ કેજરીવાલ પાર્ટીના ઓફિસની રિબન કાપી રહ્યા હતા. તે સમયે તેમની સાથે હાજર દિલ્હીના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી ગુલાબસિંહ યાદવનું ખિસ્સુ કપાઇ ગયું હતું. ફ્ક્ત ગુલાબ સિંહનું જ નહી અહીં હાજર અન્ય ચાર લોકોના ખિસ્સા પણ કપાયા હતા. 
 
આમ આદમી પાર્ટી કાર્યકર્તા જગદીશ કલાપીનું કહેવું છે કે ઉદઘાટન વખ્તે કેજરીવાલ સાથે ધારાસભ્ય ગુલાબસિંહ યાદવ પણ ત્યાં હાજર હતા. આ દરમિયાન તેમનું ખિસ્સું કપાયું હતું. આ ઉપરાંત અન્ય ચાર લોકોના પણ ખિસ્સા કપાયા હતા. આ મામલે પોલીસે સંદિગ્ધની ધરપકડ કરી લીધી છે. સાથે એફઆઇઆર પણ નોંધવામાં આવી છે. નવરંગપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટરે જણાવ્યું હતું કે પોલેક્ટ ચોરી વાત અમારે ધ્યાને આવી છે જેને લઇને એફઆઇઆર નોંધવામાં આવી છે. આ કેસની તપાસ ચાલી રહી છે. 
 
આમ આદમી પાર્ટીની ઓફિસના ઉદઘાટન વખતે કોરોનાના નિયમોના ધજાગર ઉડવતી જોવા મળી હતી. ઉદઘાટન વખતે એકત્ર થયેલી ભીડમાં ના તો કોઇ સોશિયલ ડિસ્ટેંસિંગ ધ્યાન રાખવામાં આવ્યું હતું ના તો માસ્ક પહેરલું હતું.