ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 14 ઑગસ્ટ 2020 (12:11 IST)

ગુજરાતમાં ભારે વરસાદ Live - ચરોતરમાં આભ ફાટ્યુ, NDRFની ટીમો સ્ટેન્ડબાય

હવામાન વિભાગે ગુજરાતમાં જાહેર કર્યું 'રેડ એલર્ટ'


ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આગાહી પ્રમાણે ગુજરાતના ઘણાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે ગુરુવારે રાજ્યના કુલ 252માંથી 228 તાલુકાઓમાં 2મીમીથી લઈને 11 ઈંચ સુધી વરસાદ પડ્યો હતો. ત્યારે છેલ્લા 24 કલાકમાં ચરોતરમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આણંદ તાલુકામાં 12.59 ઇંચ વરસાદ ખાબક્યો છે જેને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું હતું જ્યારે સુરતના માંડવીમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો હતો. લખતરમાં સાડા આઠ ઈંચ વરસાદ નોંધાયો હતો. ગોંડલમાં સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો.
 
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગામી ત્રણ દિવસ માટે રાજ્યમાં સંભવિત ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાને લઇને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તા.14 અને 15 ઓગષ્ટે રાજ્યમાં કેટલાક સ્થળોએ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બેથી ત્રણ દિવસ કેટલાક સ્થળોએ ભારે વરસાદની સ્થિતિ યથાવત રહેશે.
 
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 15, 16 અને 17 ઓગસ્ટ સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસશે. જેમાં બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, દાહોદ, મહિસાગર, ભરૂચ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, દ્વારકા, સુરત, વડોદરા, તાપી, નવસારી, નર્મદા, જૂનાગઢ, ગીર સોમનાથ, સાબરકાંઠા, જામનગર, ભાવનગર, ગાંધીનગર, મહેસાણા તેમજ કચ્છમાં પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદ પડવાની હવામાન ખાતાએ શક્યતાઓ વ્યક્ત કરી છે.
 
હાલમાં દક્ષિણ ગુજરાત ઉપર એક અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જ્યારે બીજી તરફ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર પણ સર્જાયું છે. જે આગામી બે દિવસોમાં વધુ મજબૂત થવાની સંભાવના છે. આ ઉપરાંત દક્ષિણ પાકિસ્તાન અને પશ્ચિમ રાજસ્થાન ઉપર પણ એક અપર એર સાયકલોનિક સિસ્ટમ છવાયેલી છે. જ્યારે કે ઉત્તર ભારત પર રહેલા ચોમાસાની ધરી આગામી બે દિવસમાં સરકીને મધ્ય ભારત ઉપર સક્રિય થશે. જેની અસર હેઠળ આગામી 25 ઓગષ્ટ સુધીમાં ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહે તેવી સંભાવના છે.
 
હાલ માં અરબી સમુદ્રમાંથી પણ ભેજવાળા પવનો જમીન તરફ ફૂંકાઇ રહ્યા છે અને વરસાદનું જોર વધવાની શક્યતાને લઈ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની 14 ટીમને અલગ અલગ જિલ્લામાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જોકે ભારે વરસાદ ની આગાહી થતા તંત્ર સ્ટેડબાય બન્યુ છે અને જવાબદાર અધિકારીઓ ને હેડક્વાર્ટર નહિ છોડવા આદેશ અપાયા છે.
 
સુરતના માંડવીમાં 11 અને આણંદમાં 9 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. તો લખતરમાં સાડા આઠ ઈંચ, ગોંડલમાં સાડા ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. જાંબુઘોડામાં 7.5 ઈંચ, મોરબીમાં 6 ઈંચ, ભાણવડમાં 5 ઈંચ વરસાદ વરસ્યો છે.
 
ઉમરપાડામાં 3.5 ઈંચ, ધ્રાંગધ્રામાં 3.5 ઈંચ, કામરેજમાં 3, વડોદરામાં 3, લીમડીમાં 3, પાવીજેતપુરમાં 5, કલ્યાણપુરમાં 3, વિરમગામમાં 2.7 ઈંચ વરસાદ વરસ્યો છે.
 
સૌથી વધુ વરસાદ કચ્છ ઝોનમાં 116 ટકા વરસી ચૂક્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર ઝોનમાં 97.60 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો દક્ષિણ ઝોનમાં 53 ટકા, ઉત્તર ઝોનમાં 48.92 ટકા, અને સૌથી ઓછો મધ્ય ઝોનમાં 47.65 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ દિવસથી સુરત શહેર સાથે જિલ્લામાં (surat city and district) પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે તાપી નદીની સપાટીમાં વધારો થયો છે. જ્યારે કતારગામ-રાંદેરનો જોડતા કોઝવે (Cozway) ખાતે 6 મીટરની ભયનજક સપાટીની ઉપરથી વહી રહ્યો છે. આ સાથે શહેરની તમામ નદીઓની સપાટીમાં પણ વધારો થયો છે. ભારે વરસાદને કારણે પરવત ગામની ખાડી ઓવરફ્લો થઈ હતી. જેથી પાલિકાના યુસીડી વિભાગ અને સરસ્વતી હિન્દી વિદ્યાલયમાં પાણી પ્રવેશ્યા હતા.

12:10 PM, 14th Aug
અરવલ્લી
 
અરવલ્લીમાં સીવીલ હોસ્પિટલ માટે જમીન ફડવાઈ...
 
મોડાસા પાસે ૩.૮૦ હેકટર જમીનમાં બનશે સિવિલ હોસ્પિટલ...
 
જમીન માપણી કરીને આરોગ્ય વિભાગને સોંપાઈ...
 
જિલ્લા કલેકટરે કરી જાહેરાત,ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરાઈ...
 
અગાઉની ફાળવાયેલી જમીનમાં વિવાદ હોઈ રદ કરાઈ હતી....

12:09 PM, 14th Aug
ગીર સોમનાથ
 
ગીર ના તમામ ડેમો ઓવરફ્લો....
 
રાવલ મચ્છુન્દ્રી શિંગોડા હિરણ 1 હિરણ 2 સહિત જિલ્લા ના ડેમો છલકાયા....
 
હાલ પણ વરસાદ ચાલુ...
 
રાવલ ના 2 દરવાજા ખોલાયા તો મચ્છુન્દ્રી 10 સેમી ઓવરફલૉ અને શિંગોડા ડેમ નો 1 દરવાજો ખોલાયો

12:07 PM, 14th Aug
Vadodara Breaking
 
વડોદરામાં વરસાદ સતત વધી રહ્યો  છે 
 
લહેરીપુરા દરવાજા પાસે ભરાયા પાણી
 
વેપારીઓ ની દુકાનો સુધી પહોંચ્યા પાણી
 
વાહન ચાલકો ને હાલાકી
 
ચાર દરવાજા વિસ્તારમા પણ ભરાયા પાણી

12:06 PM, 14th Aug
તાપી
 
ઉચ્છલ ના કાંટા ફળિયા માં નીચાણવાળા વિસ્તાર ના કુલ 9 વ્યક્તિ ને સાવચેતી ના પગલાં રૂપે તંત્ર દ્વારા સ્થળાંતર કરવા માં આવ્યા ...
 
જિલ્લા ના ગ્રામ્ય વિસ્તાર ના પંચાયત હસ્તક ના 44 રોડ રસ્તા બંધ ...
 
પાણી ફરી વળતા રસ્તા બંધ કરવા માં આવ્યા ...
જેમાં વ્યારા ના 12, ડોલવણ ના 11, સોનગઢ ના 10 ,વાલોડ ના 9, ઉચ્છલ ના  2 રસ્તા બંધ

12:05 PM, 14th Aug
અમરેલી બ્રેકીંગ......
 
જાફરાબાદ પથકમાં અવિરત મેઘ વર્ષા.......
 
લોર ગામે આવેલ ધાતલ નદીમાં આવ્યું પુર....
 
એભલવડ ગામે આવેલ ધાતલ  નદીનો ચેકડેમ થયો ઓવરફ્લો......
 
લાઠી પંથકમાં ગત મોડી રાતથી  વરસાદ શરૂ.....
 
લાઠી શહેરમાં ધોધમાર વરસાદ....
 
આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ....
 
પ્રતાપગઢ,દુધાળા,રામપર,કેરીયા સહિતના ગામોમાં પણ વરસાદ....


12:05 PM, 14th Aug
પોરબંદર જિલ્લામાં સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં નોંધાયેલ વરસાદ
 
પોરબંદર 5 મી.મી
 
કુતિયાણા 11 મી.મી
 
રાણાવાવ 25 મી.મી

11:45 AM, 14th Aug
અમરેલી બ્રેકીંગ......
 
 
જાફરાબાદ પથકમાં અવિરત મેઘ વર્ષા.......
 
લોર ગામે આવેલ ધાતલ નદીમાં આવ્યું પુર....
 
એભલવડ ગામે આવેલ ધાતલ  નદીનો ચેકડેમ થયો ઓવરફ્લો......
 
આ પાણીથી એભલવડ,પિછડી,જીકાદરી અને દુધાળા ગામના ખેડૂતોને ફાયદો....

11:44 AM, 14th Aug
પોરબંદર જિલ્લામાં સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં નોંધાયેલ વરસાદ
 
પોરબંદર 5 મી.મી
 
કુતિયાણા 11 મી.મી
 
રાણાવાવ 25 મી.મી

11:44 AM, 14th Aug
Vadodara Breaking
 
 
વડોદરામાં શરૂ થયો ધમાકેદાર વરસાદ
 
વિવિધ વિસ્તારોમાં વરસી રહ્યો છે ધમાકેદાર વરસાદ 
 
રાવપુરા, ખંડેરાવ માર્કેટ, ફતેગંજ, સયાજીગંજ, સલાટવાડા, નાગરવાડામા વરસાદ
 
સતત ત્રણ દિવસથી વરસાદથી લોકોમાં ખુશી

11:43 AM, 14th Aug
અમરેલી બ્રેકીંગ.......
 
ધારી તેમજ ગીર વિસ્તારમાં વરસાદ.......
 
ધારીના દલખાણીયા, મીઠાપુર, સમુહખેતી સહિતના ગામોમાં વરસાદ......
 
ગીર જંગલ વિસ્તારમાં પણ વરસાદ......
 
શેત્રુંજી નદીમાં પુર આવ્યું સમુહખેતી ગામનો ચેકડેમ છલકાયો.....

11:42 AM, 14th Aug
બ્રેકીંગ નવસારી
 
જિલ્લામાં વરસાદ ની સ્થિતિના પગલે એન ડી આર એફ ની ટિમ તૈનાત, 
 
નદીઓના વધતા જળ સ્તર ના પગલે વિવિધ વિસ્તારો માં સર્વે માં જોડાયા
 
 
હવામાન વિભાગ ની આગાહી ને પગલે ટિમ કરાઈ તૈનાત

11:41 AM, 14th Aug
રાજ્યમાં સવારે 10 વાગ્યા સુધીમાં 154 તાલુકામાં વરસાદ નોંધાયો
 
સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં
 
સુરતના કામરેજ ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ
 
સુરતના માંડવીમાં ચાર કલાકમાં પોણા ચાર ઇંચ વરસાદ
 
સુરતના ઉમરપાડામાં ચાર કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ
 
સુરત ના સુરત સીટી અને ઓલપાડમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો
 
સુરતના માંગરોલ અને બારડોલીમાં બે ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો

11:41 AM, 14th Aug
રાજ્યમાં વરસાદના પગલે 225 રસ્તાઓ બંધ..
 
સ્ટેટ ના 18 રસ્તાઓ અને પંચાયતના 207 રસ્તાઓ બંધ..
 
સુરતના 6 સ્ટેટ હાઇવે બંધ..
 
વડોદરા,છોટાઉદેપુર,ભરૂચ,તાપી,રાજકોટ,દેવભુમી દ્વારકા,સુરેન્દ્રનગર અને પોરબંદરના 1-1 સ્ટેટ હાઈવે બંધ..
 
પંચાયત ના 207 રસ્તાઓ બંધ..
 
વડોદરા 10,નર્મદા 4,છોટાઉદેપુર 1,દાહોદ 2,ભરુચ 2,સુરત 94,તાપી 44,નવસારી 17,વલસાડ 15,ડાંગ 9,રાજકોટ 1,દેવભુમી દ્વારકા 2,જુનાગઢ 3 અને પોરબંદર જિલ્લાના 3 રસ્તાઓ બંધ..