સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 26 નવેમ્બર 2023 (13:39 IST)

આફત નો વરસાદ- આજે ગુજરાતમાં વરસાદની આગાહી

રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. રાજ્યના હવામાન વિભાગે આજે અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે માવઠાની આગાહી કરી છે
 
ગીર સોમનાથના દરિયાપટ્ટીના ગામોમાં વરસાદી માહોલ જામ્યો છે. વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર, ઉનામાં પણ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે.

આજે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

 
કચ્છ, ડાંગ, વલસાડમાં પણ આગાહી
અત્રે જણાવીએ કે, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા,ભરૂચ, સુરત, તાપી, કચ્છ, ડાંગ, વલસાડ, નવસારીમાં વરસાદની આગાહી કરાઈ છે