રવિવાર, 14 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : શનિવાર, 6 સપ્ટેમ્બર 2025 (09:54 IST)

Gujarat Rain Forcast - ગુજરાતમાં આગામી ત્રણ દિવસ હજુ ભારે, આ વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર

red alert declared for the first time in Gujarat
red alert declared for the first time in Gujarat

રાજ્યમાં વરસાદ હવે પૂર્ણતાને આરે છે, ત્યારે એમ છતાં પણ હજુ અનેક જગ્યાએ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે આજે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે વડોદરા, ભરૂચ, સુરત, નર્મદા, છોટાઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ભાવનગર અને બોટાદમાં ઓરેન્જ એલર્ટ જારી કરીને ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં હજુ વરસાદ ચાલુ છે, જેના કારણે અમુક જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ છે. દક્ષિણ ગુજરાતમાં ઘણી જગ્યાએ નદીના જળસ્તર જોખમી લેવલે પહોંચી ગયા છે.
 
આગામી ચાર દિવસ સુધી કેટલાક જિલ્લામાં ભારેથી અત્યંત ભારે વરસાદ પડી શકે જેના કારણે રેડ ઍલર્ટ અને ઑરેન્જ ઍલર્ટની જાહેરાત કરવામાં આવી છે.
red alert declared for the first time in Gujarat
red alert declared for the first time in Gujarat
હવામાન વિભાગ મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ઘણી જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે. જેમ કે, સુરતના ઉમરપાડામાં 8.11 ઇંચ વરસાદ નોંધાયો છે.
 
જ્યારે પંચમહાલના જાંબુઘોડામાં સાત ઇંચ, છોટા ઉદેપુરના બોડેલીમાં 6.46 ઇંચ, જેતપુર પાવીમાં 5.71 ઇંચ, નેત્રંગમાં 5.35 ઇંચ, ભરૂચમાં 5.40 ઇંચ, અંકલેશ્વરમાં પાંચ ઇંચ, તાપીના સોનગઢમાં 4.96 ઇંચ, સંખેડામાં 4.8 ઇંચ, ગરુડેશ્વરમાં 4.72 ઇંચ, તિકલવાડામાં 4.69 ઇંચ, ડભોઈમાં 4.17 ઇંચ, ડેડિયાપાડા અને ખંભાતમાં 3.60 ઇંચ વરસાદ થયો છે.

 
આ ઉપરાંત કુકરમુંડા, ઝઘડિયા, કરજણ, નસવાડી, હાંસોટ, સિંગવાડ, ધોલેરા, વ્યારા, સાગબારામાં પણ ત્રણ ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે.ડભોઈમાં ભારે વરસાદથી કેટલાંક ગામો સંપર્કવિહોણાં થયાં છે અને તંત્રને ઍલર્ટ કરવામાં આવ્યું છે.
 
ડભોઈમાં અનરાધાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. અહીં કેટલીય દુકાનોમાં પાણી ઘૂસી જવાથી માલસામાનને નુકસાન થયું છે. ડભોઈમાં અડધી રાત્રે દુકાનદારોએ આવીને માલ બહાર કાઢવો પડ્યો હતો. અહીં સિઝનમાં 33 ઇંચ કરતાં વધુ વરસાદ પડી ગયો છે. વડોદરાના વાઘોડિયામાં પણ આવી જ હાલત છે અને સોસાયટીઓમાં પાણી ભરાયેલાં છે
 
 
અમદાવાદસ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે પાંચમી સપ્ટેમ્બર, શુક્રવારે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાંછવાયાં સ્થળે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ તમામ વિસ્તારો માટે રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
 
જ્યારે છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, અમરેલી, ભાવનગર અને બોટાદમાં કેટલાંક સ્થળે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ જિલ્લાઓને ઑરેન્જ ઍલર્ટ હેઠળ મૂકવામાં આવ્યા છે.
 
આ ઉપરાંત રાજ્યના બાકીના ભાગોમાં છૂટીછવાઈ જગ્યાએ ભારે વરસાદ પડી શકે જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ પડવાની આગાહી છે.
 
6 સપ્ટેમ્બર, શનિવારે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, સુરેન્દ્રનગરમાં છૂટાંછવાયાં સ્થળે ભારેથી અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે અને આ જિલ્લાઓને રેડ ઍલર્ટ હેઠળ મૂકવામાં આવ્યા છે. શનિવારે બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, રાજકોટ, મોરબી અને બોટાદ જિલ્લામાં કેટલીક જગ્યાએ અતિ ભારે વરસાદ પડી શકે અને આ તમામ જિલ્લાઓમાં ઑરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે.
 
રાજ્યના બાકીના જિલ્લાઓમાં શનિવારે અમુક જગ્યા પર ભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન ગાજવીજ સાથે પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક રહેશે.
 
7 સપ્ટેમ્બર, રવિવારે કચ્છમાં કેટલીક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, સુરેન્દ્રનગર અને મોરબીમાં છૂટાંછવાયાં સ્થળે અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. આ વિસ્તારો માટે ઑરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે.
 
સોમવારે સમગ્ર રાજ્યના જિલ્લાઓમાં છૂટાંછવાયાં સ્થળે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે.
 
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નર્મદા, મહીસાગર, સુરત અને ભરૂચમાં સોમાસું સૌથી વધારે સક્રિય જોવા મળ્યું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં કેટલાંક સ્થળે વરસાદ પડ્યો છે, જ્યારે કચ્છમાં હવામાન મોટા ભાગે સૂકું છે.