મંગળવાર, 3 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 11 જુલાઈ 2020 (18:49 IST)

જાણો કેમ સુરત અને અમદાવાદની ફાર્મા કંપની સહિત 7 સામે ગુનો દાખલ કરાયો

કોરોના દર્દીને સારવાર દરમિયાન ઓક્સિજનની કમી પડે ત્યારે એક ઈન્જેક્શન આપવામાં આવતું હોય છે. જેની  કળાબજારી કરવામાં આવતી હોવાનું તંત્રના ધ્યાન પર આવતા આ મામલે તપાસ શરૂ કરી આ સમગ્ર કૌભાંડ બહાર લેવામાં આવ્યુ હતું. જોકે ટોસીલીઝુમાબ ઇન્જેકશનના મુદ્દે ચાલી રહેલા વિવાદ અંતર્ગત ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ઇન્જેકશનના કાળા બજાર થતા હોવાના કૌભાંડને ઝડપી પાડી વેસુની મે. સાર્થક ફાર્મા અને અડાજણના મે. ન્યુ શાંતિ મેડિસીન અને અમદાવાદના ચાર સહિત 7 વિરૂધ્ધ આવશ્યક ચીજવસ્તુ ધારા, ઔષધ અને સૌદર્ય પ્રસાધન તથા વિશ્વાસઘાતની ફરિયાદ સુરતના ઉમરા પોલીસ મથકે નોંધવામાં આવતા પોલીસે હવે આ મામલે ગુનો દાખલ કરી આરોપીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. કોરોનાની મહામારી વચ્ચે દર્દીને જરૂરી એવા ઈન્જેક્શનની કળા બજારી મોટા પ્રમાણ કરવામાં આવતી હોવાની વિગત તંત્ર અને સરકરને મળતા આ મામેલે સરકારનું ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા દરોડા પાડીને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. 
 
આ કૌભાંડના તાર સુરતથી લઇને એમદાવાદ સુધી ફેલાયા હોવાને કારણે  ફુડ એન્ડ ડ્રગ વિભાગે બાતમીના આધારે ડુપ્લીકેટ ગ્રાહકને ડોકટરના પ્રિસ્ક્રીપ્શનના આધારે વેસુ સ્થિત મે. સાર્થક ફાર્મામાં કોરોના વાયરસ સંક્રમિત અને અત્યંત નાજુક હાલતમાં હોય તેવા દર્દીઓ માટે અત્યંત જરૂરી ટોસીલીઝુમાબ ઇન્જેકશન ખરીદવા મોકલ્યો હતો. સાર્થક ફાર્માએ છૂટક વેચાણનો પરવાનો નહિ હોવા છતા એમઆરપી રૂા. 40,545 હોવા છતા રૂા. 57,000માં બિલ વગર ઇન્જેકશનનું વેચાણ કર્યુ હતું. જેથી ફુડ એન્ડ ડ્રગની ટીમે સાર્થક ફાર્મામાં દરોડા પાડી વધુ 3 ઇન્જેકશન કબ્જે લીધા હતા અને તપાસ હાથ ધરી હતી. જે અંતર્ગત સાર્થક ફાર્માના ઉમા જરીવાલાની પૂછપરછ કરતા ઇન્જેકશન પાલ ગેલેક્ષી સર્કલ નજીક ગેલેક્ષી એન્કલેવમાં દુકાન નં. યુજી 10માં ન્યૂ શાંતિ મેડિસીનમાંથી એક વાયલના રૂા. 50,000 રોકડા આપી ખરીદી કર્યાની કબુલાત કરી હતી. જેથી ડ્રગ વિભાગની ટીમે ન્યૂ શાંતિ મેડિસીના મિતુલ શાહની પુછપરછ કરતા સાર્થક ફાર્માને એક વાયલ પેટે રૂા. 50,000નો ભાવ નક્કી કરી 3 ઇન્જેકશન રૂા. 1,50,000 માં રોકડેથી વેચાણ કર્યા હતા. આ 3 ઇન્જેકશન મિતુલ શાહે અમદાવાદની મે. કે.બી.વી. ફાર્મા એજન્સીના અમિત મંછારામણી પાસેથી ખરીદી હતી અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના કર્મચારી ઘનશ્યામ વ્યાસના બેંક એકાઉન્ટમાં રોકડ જમા કરાવી હતી.આ ઉપરાંત સાર્થક ફાર્માના ઉમાબેનના અમદાવાદ ખાતે રહેતા સંબંધી અભિષેક અને અમદાવાદની ધ્રૃવિ ડિસ્ટ્રીબ્યુટર્સના ભાવેશ સોલંકી અને મુંબઇના ભાવેશ નામની વ્યક્તિની પણ સંડોવણી બહાર આવી હતી. કોરોના મહામારી દરમ્યાન સક્રમિત દર્દીઓની સારવાર માટે અત્યંત જરૂરી ઇન્જકેશનના કાળા બજાર કરનાર ઉપરોક્ત તમામ વિરૂધ્ધ ઔષધ નિરીક્ષક મહેશ મનજી ઇટાલીયાએ તમામ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જોકે ઉમર પોલીસ મથકમાં ફરિયાદ નોંધતાની સાથે પોલીસે આરોપીની ધરપકડ કરી આગળ આ કૌભાંડમાં કોણ કોણ સંડોવાયેવા છે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. જોકે સુરતના નાનપુરા બહુમાળી ભવન સ્થિત ફૂડ એન્ડ ડ્રગ વિભાગે  નીચે દર્શાવેલા વિરૂધ્ધ ફરિયાદ નોંધી છે.