મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદઃ , શનિવાર, 17 ઑક્ટોબર 2020 (17:05 IST)

રિક્ષા ડ્રાઈવરોએ આત્મનિર્ભર ધિરાણ તથા સ્કૂલ ફી માફીની માગણી કરી નોંધાવ્યો વિરોધ

50 થી વધુ રિક્ષાચાલકોએ સ્કૂલ ફી માફી તથા આત્મનિર્ભર ધિરાણની માગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતું. આ વિરોધ પ્રદર્શન અમદાવાદ રિક્ષા ડ્રાઈવર એકતા યુનિયન સાથે સંકળાયેલા રિક્ષા ડ્રાઈવરોએ ઉસ્માનપુરા ગાર્ડન પાસે એકત્ર થઈને કર્યુ હતું. તેમણે જણાવ્યુ હતું કે દેશ વ્યાપી લૉકડાઉનને કારણે રિક્ષા ડ્રાઈવરોને સૌથી માઠી અસર થઈ છે. અને  સરકાર તરફથી તેમને કોઈ પણ પ્રકારની રાહતના અભાવે તેમની હાલત કપરીબની છે.
 
રિક્ષા ડ્રાઈવર એકતા યુનિયનના વિજય મકવાણા જણાવ્યું હતું કે “અમે આ મુદ્દે તા. 8 ઓકટોબરના રોજ જીલ્લા કલેકટરને પણ રજૂઆત કરીને રિક્ષા ડ્રાઈવરોને રાહત આપવા માગણી કરી છે. અમારામાંના ઘણા રિક્ષા ડ્રાઈવરો પાસે છેલ્લા ઘણા સમયથી કોઈ પણ પ્રકારનુ કામ નથી આમ છતાં અમારા માટે કોઈ રાહતની જાહેરાત કરવામાં આવી નથી.” રિક્ષા ડ્રાઈવરોની મુખ્ય માગણી તેમના બાળકોની  સંપૂર્ણ સ્કૂલ ફી માફ કરવાની અને તેમને આત્મનિર્ભર ધિરાણ આપવાની છે.
 
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે “સીએનથી ઉપર લાગતા વેલ્યુ એડેડ ટેક્સ (વેટ) માં ઘટાડો કરીને સીએનજીના ભાવમાં  ઘટાડો કરવાની પણ અમારી માગણી છે. આ ઉપરાંત રિક્ષા ડ્રાઈવરોને પુરતો બિઝનેસ મળી રહે તે માટે યોગ્ય સ્થળોએ પુરતી સંખ્યામાં રિક્ષા સ્ટેન્ડ ઉભાં કરવાની જરૂર છે.  આ ઉપરાંત ટ્રાફિક પોલિસ તરફથી રિક્ષા ડ્રાઈવરોને બિનજરૂરી સતામણીનો ભોગ બનવુ પડે છે, જેનો અંત આવવો જોઈએ ”
 
વિરોધ પ્રદર્શન કરી રહેલા રિક્ષા ડ્રાઈવરો સાથે આમઆદમી પાર્ટીના કેટલાક કાર્યકરો જોડાયા હતા. રિક્ષા યુનિયન જણાવે છે કે તે આગામી મ્યુનિસિપલ ચૂંટણીઓમાં  આમ આદમી પાર્ટીનુ સમર્થન કરશે કારણે કે આ પક્ષે તેમના તરફ સહામુભૂતી દર્શાવી છે અને તેમની માગણીઓને ટેકો આપ્યો છે.