મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 19 જૂન 2017 (16:34 IST)

સીએમ રૂપાણી કર્ણાટક પહોંચ્યા, દલિત પરિવારના ઘરે ભોજન લેશે

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી કર્ણાટકના હાવેરી ખાતે આયોજિત‘‘સબકા સાથ સબકા વિકાસ’’ સંમેલનમાં હાજરી આપવા કર્ણાટક પહોંચ્યા હતા. કેન્દ્રની મોદીની સરકારે કરેલ કામગીરીના સંદેશ લઈને વિજયભાઇ રૂપાણી કર્ણાટક પહોંચ્યા હતા જ્યાં એરપોર્ટ ઉપર ભાજપના પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયુ હતુ. વિજયભાઇ રૂપાણી હાવેરીના સર્કીટ હાઉસ ખાતે પત્રકાર પરિષદને સંબોધશે.  રૂપાણી બપોરના દલિત પરિવારના ઘરે ભોજન લઈ દલિત અગ્રણીઓ સાથે મુલાકાત કરશે. ગુડલપ્પા કોલેજ ખાતે બુદ્ધિજીવીઓ, ઉદ્યોગપતિઓ અને યુવાઓ સાથે મુખ્યમંત્રીશ્રી વાર્તાલાપ કરશે.  દિવસના અંતે  રૂપાણી સંઘ પરિવારના લોકો સાથે પણ મુલાકાત કરવાના છે.