શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 22 સપ્ટેમ્બર 2021 (14:47 IST)

રૂપાણી સરકારમાં કાર્યરત હતી તે કોંગ્રેસના સાંસદ શશી થરૂરના ભત્રીજાની પી.આર. એજન્સી પણ ‘નો-રીપીટ, હવે નવી રોકાશે

ગુજરાતમાં નો રીપીટ થીયરી સાથે રૂપાણી સરકારની વિદાય પછી હવે આ સરકારે તેના પ્રચાર માટે જે ખાસ એજન્સીને રોકી હતી તેને પણ પડતી મુકવા નવી ભુપેન્દ્ર પટેલ સરકારે નિર્ણય ભર્યા હોવાના સંકેત છે. ગુજરાતના રાજકારણમાં બધુ બદલાઈ રહ્યું છે. રાજય સરકારે જય થરૂરના સંચાલન હેઠળની એજન્સીને પબ્લીક રીલેશન માટે રોકી હતી. જય થરૂરએ કોંગ્રેસના સાંસદ શશી થરૂરના ભત્રીજા છે અને તેઓ ભારતમાં અનેક હાઈપ્રોફાઈલ ગ્રાહક ધરાવે છે અને આ એજન્સી રૂપાણી સરકારના મીડીયા સોશ્યલ મીડીયા કેમ્પેઈનને ચલાવતી હતી. ખાસ કરીને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને હાઈલાઈટ કરતી હતી.તે પાંચ વર્ષના કરારમાં રાજય સરકારના એક કેમ્પેઈનને પણ ચલાવતી હતી અને અમદાવાદમાં આશ્રમ રોડ આ ભવ્ય ઓફીસ પણ હતી પણ હવે નેતૃત્વ બદલાતા આ એજન્સી પડતી મુકાઈ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ જય થરૂરે નવી સરકારમાં સંપર્ક કરવા પ્રયત્ન કર્યા પણ જવાબ મળ્યો નથી.સૂત્રોની મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણી હોય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ, આ સંયોજકોની ભૂમિકા મહત્વની રહેતી હતી. જોકે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને વફાદાર રહેલા તમામ કાર્યકર્તાઓને ઘર ભેગા કરી દેવાયા છે.રાજય સરકાર દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સરકારની ઇમેજને મેક ઓવર કરવા માટે પૂર્વ વિદેશ પ્રધાન શશી થરૂરના ભત્રીજા જય થરૂરની મીડિયા એડવાઈઝર તરીકે નિયુકિત કરવામાં આવી હતી. પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઇમેજને મેક ઓવર કરવા માટે મીડિયા એડવાઈઝર જય થરૂરે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો અને જાહેરાતો કરાવડાવીને પ્રયાસ કર્યો હતો.જોકે ગુજરાતની પ્રજાના કરોડો રૂપિયા સરકારના મેક ઓવર માટે ખર્ચ કરવા છતાં વિજય રૂપાણી સરકારને બચાવી શકાઈ નથી. તેમના સ્થાને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની તાજપોશી બાદ પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા નિમણૂંકો કરાયેલ અધિકારીઓને ઘર ભેગા કરી દેવાનું શરૂ કરી દીધું છે. પૂર્વ સીએમના મીડિયા એડવાઈઝર જય થરૂરને છુટા કરી દેવામાં આવ્યા છે.