સંબંધિત સમાચાર
- વાપીમાં એક સ્કૂલે માફ કરી ફી, 2216 વિદ્યાર્થીઓને મળી રાહત, 6 મહિનાની ટર્મ ન લેવાનો કર્યો નિર્ણય
- મુંબઈની તાજ હોટેલને પાકિસ્તાન તરફથી બોમ્બ બ્લાસ્ટની ધમકી, પોલીસે સુરક્ષા વધારી દીધી
- ગુજરાતમાંથી વધુ 50 વિદેશી હથિયાર જપ્ત, ગુજરાત ATSએ વધુ 10 લોકોની ધરપકડ કરી
- કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીને તબિયત લથડતાં વડોદરાથી અમદાવાદ ખસેડાયા
- World Coronavirus Updates - વિશ્વભરમાં અત્યાર સુધી 1.04 કરોડ કોરોના સંક્રમિત, છેલ્લા 24 કલાકમાં બ્રાઝિલમાં સૌથી વધુ મોત
રાજ્ય સરકાર સામે સોશિયલ મીડિયામાં આંદોલન શરુ થયુંઃ સરકાર નહીં માને તો રસ્તે ઉતરશે
રાજ્ય સરકારની સરકારી શાળાના શિક્ષકો દ્વારા 4200 પે ગ્રેડની માગણી સાથેનું આંદોલન સોશિયલ મીડિયા પર ચાલુ કર્યું છે.4200 પે ગ્રેડ નામનું ફેસબુક પેજ બનાવી આ સરકરી કર્મચારીઓ દ્વારા દિવસની 5 હજાર થી પણ વધુ પોસ્ટ કરવામાં આવે છે.એટલે કે આ સોશિયલ મીડિયા આંદોલનને વ્યાપક સમર્થન મળ્યું છે.તો સાથે જ હવે જન અધિકાર મંચના આંદોલનકારી નેતા પ્રવીણ રામ પણ આ સરકારી કર્મચારીઓના આંદોલનને સમર્થન આપી રહ્યાં છે. એક ન્યૂઝ ચેનલને પ્રવીણ રામે આ મામલે ચર્ચા કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારમાં વર્ષે 2010 પછી ભરતી કરેલા સરકારી શિક્ષકોને પે ગ્રેડ એ 2800 રૂપિયાનો આપે છે. જ્યારે વર્ષે 2010 પહેલાની ભરતી કરેલા શિક્ષકોને પે ગ્રેડ 4200 રૂપિયાનો મળે છે . તેમણે વધુમાં જણાવ્યું કે, સમાન કામ સમાન વેતનના સ્થાને રાજ્ય સરકારે વિસંગતા ઉભી કરી જેના કારણે શિક્ષકો હાલ સોશિયલ મીડિયા પર આંદોલન કરી રહ્યા છે. જો સરકાર શિક્ષકોની વાત સ્વીકારશે નહિ તો રોડ-રસ્તા પરના આંદોલન માટે તૈયાર રહે.
