બુધવાર, 4 ઑક્ટોબર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 21 નવેમ્બર 2021 (16:22 IST)

ગુજરાતમાં ધોરણ 1થી 5ના ઑફલાઇન વર્ગો શરૂ જાણો શું છે ગાઈડલાઈન

રાજ્યમાં સોમવારથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે ગુજરાતના શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ રાજ્યમાં ધોરણ 1થી 5ના ઑફલાઇન વર્ગો શરૂ કરવાની જાહેરાત કરી છે.
 
શિક્ષણમંત્રીએ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, શાળાઓમાં ઓનલાઇન અને ઑફલાઇન એમ બંને માધ્યમથી અભ્યાસ કરાવવામાં આવશે.
 
જે વાલીઓ પોતાનાં બાળકોને શાળાઓમાં મોકલવા માગતા હોય, તેમણે સંમતિપત્રક આપવાનું રહેશે.
 
શિક્ષણમંત્રીએ જાહેરાત દરમિયાન કહ્યું હતું કે, ધોરણ 1થી 5ના વર્ગોના સંચાલન માટે પણ અન્ય વર્ગો માટે જાહેર કરાયેલી એસઓપીનો જ અમલ કરવાનો રહેશે.2 સપ્ટેમ્બરના રોજ રાજ્ય સરકારના શિક્ષણવિભાગે ધોરણ 6થી 8ના ઑફલાઇન વર્ગો શરૂ કર્યા હતા. જેને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો.
 
 
 
 
વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાસંચાલકોએ ધ્યાને લેવાની બાબતો
શાળામાં આવવા માગતા વિદ્યાર્થીનાં માતાપિતા અથવા વાલીની સંમતિ શાળાએ મેળવવાની રહેશે.
સંમતિ માટેનાં ફોર્મ સાથે વાલીઓને અગત્યની સૂચનાઓ અને નિયમો પણ મોકલવામાં આવશે.
વિદ્યાર્થીઓ, શિક્ષકો અમે સ્ટાફે ફરજિયાત માસ્ક પહેરવો અને સૅનિટાઇઝરનો ઉપયોગ કરવો.
શાળામાં હાથ ધોવા માટે સાબુ તથા સૅનિટાઇઝરની વ્યવસ્થા કરવાની રહેશે.
શાળાપ્રવેશ વખતે થર્મલ ગનથી સ્ક્રીનિંગની કરવાનું રહેશે.
વર્ગોમાં બેઠક વ્યવસ્થા માટે 6 ફૂટનું અંતર રાખવાનું રહેશે.
શાળામાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવું.
સામૂહિક પ્રાર્થના કે મેદાન પરની રમત-ગમત થઈ શકશે નહીં.
વર્તમાન ઑનલાઇન ઍજ્યુકેશનની વ્યવસ્થા યથાવત્ રાખવામાં આવશે.
વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત રાખવામાં નહીં આવે.