શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 10 ઑક્ટોબર 2021 (10:55 IST)

બાળક અને પતિના પ્રેમ સંબંધને લઈને પત્ની અજાણ હોવાનું સામે આવ્યું

સ્મિત કેસ- પત્નીનો મોટો ઘટસ્ફોટ, બાળક અને પતિના પ્રેમ સંબંધને લઈને પત્ની અજાણ હોવાનું સામે આવ્યું
ગૌશાળાના સેવકે પોલીસને જાણ કર્યા બાદ બાળકની કસ્ટડી લેવામાં આવી હતી અને બાદમાં પોલીસે બાળકના માતા પિતાની શોધખોળ અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે જો કે તપાસ દરમિયાન મોટો ઘટસ્ફોટ થયો છે.
 
ગાંધીનગરના પેથાપુરમાં બાળક મળવા મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. દંપતિની પૂછપરછ દરમિયાન પત્નીએ ચોંકાવનારો ખુલાસો કર્યો જેમાં  બાળક અને પતિના પ્રેમ સંબંધને લઈને પત્ની અજાણ હોવાનું સામે આવ્યું છે. પત્ની પોતાના પરિવાર સાથે રાજસ્થાન પિયરમાં પ્રસંગમાં ગઈ છે જ્યારે પતિ સચિન ગાંધીનગરમાં એકલો રહેતો હતો. પોલીસ તપાસમાં બાળક સચિન દિક્ષીતની પત્નીનું ન હોવાનું સામે આવ્યું છે. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર કાલે રાતે મળેલુ બાળક સચિન દિક્ષિતનુ હોવાનુ બહાર આવ્યુ બાળકની ઓળખ પ્રસ્થાપિત થઈ છે. સચિન દિક્ષિત સેક્ટર 26મા રહે છે અને પતિ પત્નીના ઝઘડામાં બાળકને તરછોડ્યુ હતું. બાળકના પરિજનોની ઓળખ કરવામાં સફળતા મળી છે. બાળકને મૂકવા આવેલી કારની પણ ઓળખ થઇ ગઇ છે.