રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 9 ઑક્ટોબર 2021 (20:33 IST)

ગુજરાત હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસની નિમણૂંક

ગુજરાત હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસના નામની જાહેરાત કરવામાં આવી છે. નવા ચીફ જસ્ટિસ  તરીકે અરવિંદ કુમારની વરણી કરી આવી છે. હાલ કર્ણાટક હાઇકોર્ટના જજ અરવિંદ કુમાર કામ કરી રહ્યા છે જે હવે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસનો કાર્યભાર સંભાળશે.
 
જસ્ટિસ અરવિંદ કુમારે શરૂઆતમાં સિવિલ કોર્ટ, મેજિસ્ટ્રેટ કોર્ટ, અપીલ ટ્રિબ્યુનલમાં લગભગ 4 વર્ષ સુધી પોતાની સેવા આપી હતી. ત્યારબાદ તેમણે હાઇકોર્ટમાં વકીલાત કરી હતી. વર્ષ 1999માં કર્ણાટક હાઇકોર્ટમાં કેન્દ્ર સરકારના વધારાના સ્થાયી સલાહકાર તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. તથા વર્ષ 2005માં ભારતના સહાયક સોલિસિટર જનરલ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી.
 
હાલ ગુજરાત હાઇકોર્ટમાં જસ્ટિસ એમ.આર.શાહ એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે કાર્યરત છે. જસ્ટિસ પરેશ ઉપાધ્યાયની મદ્રાસ હાઇકોર્ટમાં જજ તરીકે નિમણૂંક કરાઈ છે. આ સિવાય ગુજરાત હાઇકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ વિક્રમનાથ તથા જસ્ટિસ બેલાબેન ત્રિવેદીની નિમણૂંક સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે કરવામાં આવી હતી. આગામી દિવસોમાં જસ્ટિસ અરવિંદ કુમાર ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કાર્યભાર સંભાળશે.