શુક્રવાર, 24 માર્ચ 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified ગુરુવાર, 22 જુલાઈ 2021 (15:26 IST)

ગીતા રબારીને ગુજરાત હાઈકોર્ટમાંથી મળી રાહત

ગુજરાત રાજ્યની લોકગાયિકા ગીતા રબારીને ગુજરાત હાઈકોર્ટ માંથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે ગીતા રબારી વિરુદ્ધ કાર્યવાહી મામલે વચ્ચગાળાનો મનાઈ હુકમ ફરમાવ્યો છે. જેમાં કોર્ટે જણાવ્યું છે કે લોકગાયિકા ગીતા રબારી વિરુદ્ધ હાલમાં કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવશે નહીં.
 
 ભૂજના રેલડી ગામે લોકડાયરાનું આયોજન થતા ગીતા રબારી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. ગીતા રબારીએ ફરિયાદ રદ કરવા હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાઇકોર્ટે ગીતા રબારી સામે કાર્યવાહી કરવા મુદ્દે વચગાળાનો મનાઈ હુકમ આપ્યો હતો. હાઇકોર્ટે મનાઈ હુકમ આપતા ગીતા રબારી સામે હાલમાં કોઈ પગલા લેવાશે નહિ