શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: બુધવાર, 2 ડિસેમ્બર 2020 (16:17 IST)

માસ્ક ન પહેરતા લોકો માટે ગુજરાત હાઈકોર્ટે સંભળાવી સજા - કોવિડ-19 સેન્ટરમાં ફરજિયાત 5થી 6 કલાકની કોમ્યુનિટી સેવા કરવી પડશે

કોરોનાના કેસ વચ્ચે સરકાર અને પોલીસ તંત્ર સફાળુ જાગી ગયું છે. પરંતુ રાજ્યમાં હજી પણ કેટલાક એવા બેદરકાર લોકો છે જે જાહેરમાં માસ્ક વગર બહાર નીકળી રહ્યા છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટે માસ્ક ન પહેરનારાઓને લઇ મહત્વનો નિર્ણય લીધો છે. માસ્ક પહેર્યા વગર ફરનારા પર કાર્યવાહી કરવામાં આવશે.
 
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વકરી રહ્યું છે ત્યારે ગુજરાત હાઈકોર્ટ માસ્ક પહેર્યા વગર ફરનારા સામે નારાજ છે. હાઈકોર્ટે માસ્ક વગર પકડાયેલા લોકો સામે આકરું વલણ અપનાવ્યું છે. એને પગલે માસ્ક વગર પકડાયેલા લોકોને કોવિડ કેર સેન્ટરમાં 5થી 15 દિવસ સુધી ફરજિયાત 5થી 6 કલાકની કોમ્યુનિટી સેવા આપવા માટે ગુજરાત સરકારને આદેશ કર્યો છે.  આ મામલે હાઈકોર્ટે ગુજરાત સરકારને સ્પષ્ટ આદેશ કર્યો છે કે 5 થી 15  દિવસનો સમય ગાળો સર્વિસ માટેનો સરકાર નક્કી કરી શકે છે. તે સિવાય ઉમર લાયકાતના ધોરણે જવાબદારી સરકાર નક્કી કરી શકશે. જેમા મોટાભાગે જવાબદારી નોન મેડિકલ પ્રકારની રહેશે,
 
ગુજરાત હાઈકોર્ટનુ કહેવુ છે કે આ પગલાથી રાજ્ય સરકારને કોવિડનો ફેલાવો રોકવામાં મદદ મળશે,   હાઇકોર્ટને કહ્યું કે તેમની સ્થિતિ પ્રિન્સ હેમલેટ જેવી છે. એને કારણે તેમને પોલિસીના અમલમાં મુશ્કેલી આવી રહી છે. હાઈકોર્ટે રાજ્ય સરકારને માસ્ક ન પહેરનારા, સોશિયલ ડિસ્ટન્સ અને અન્ય નિયમનોનું પાલન ન કરનારા લોકો માટે કોવિડ કેર સેન્ટરમાં નોન-મેડિકલ સેવા માટે મોકલવાનો પરિપત્ર બહાર પાડવાનો હુકમ કર્યો છે